દીપક ચાહરનો કોરોના ટેસ્ટ નેગેટીવ : જાણો ક્યારથી ઉતરશે મેદાનમાં

  • October 28, 2020 02:04 AM 687 views

 

ચેન્નઈ સુપર કિંગ્સ CSK માટે સારા સમાચાર છે કે તેના બોલર દીપક ચાહરનો કોરોના રિપોર્ટ બીજી વાર નેગેટીવ આવ્યો છે. તે ખૂબ ઝડપથી મેદાનમાં ઉતારી શકે છે અને ફેન્સને ખુશ કરી શકે છે. જો કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે દુબઈની તાજમાં રોકાણ છે, ત્યાં તેની સાથે પરત ફર્યા છે.

 

ઈન્ડિયન પ્રીમિયર  લીગ IPL માટે દુબઈ પહોંચ્યા બાદ 28 વર્ષીય દીપક ચાહર અને અન્ય એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાહર 14 દિવસ માટે હોટેલ પૃથકવાસમાં સારવાર માટે રોકાયા હતા. આઈપીએલના 13 માં સંસ્કરણના ઉદઘાટન મેચમાં 19 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયનનો મેચ યોજાશે. ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કે એસ વિશ્વનાથને આ અંગે કહ્યું હતું કે,  ‘દીપક ચાહરના બે ટેસ્ટ નેગેટીવ આવ્યો છે અને હવે તે ટીમમાં ફરી આવી ગયા છે. બીસીસીઆઈના પ્રોટોકોલ હેઠળ હવે તેનો કાર્ડિયો ટેસ્ટ થશે, જે તેની રિકવરી વિશે જણાવશે. ત્યારબાદ કોવિડ ટેસ્ટ થશે અને તેમાં નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ દીપક પ્રેક્ટિસ શરૂ કરી શકશે’.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application