હાલારના તાપમાનમાં ઘટાડો: બે દિવસ બાદ વરસાદની આગાહી

  • July 09, 2021 11:11 AM 

જામજોધપુર પંથકમાં ઝાપટા: મહત્તમ તાપમાન 34.8 ડીગ્રી રહયું: જીલ્લામાં અનેક ગામોમાં વાદળો છવાયા: મગફળી અને કપાસના પાક ઉપર અમૃતવષર્િ થાય તેવી જગતના તાતની આશા

જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા બે દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહે છે, મેહુલીયો આવશે તેવી આશામાં જગતનો તાત દિવસો પસાર કરી રહયો છે, વાવાઝોડાની સિસ્ટમના કારણે 15 દિવસ વહેલો વરસાદ થયો હતો અને ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો, તા. 11 થી રાજયમાં કેટલાક સ્થળોએ વરસાદ પડે તેવી શકયતા છે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, આજે સવારે પણ કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યુ હતું.  જયારે જામજોધપુર પંથકના કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટા પડયા હોવાનું જાણવા મળ્યું છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.8 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 74 ટકા, પવનની ગતી 30 થી 35 કીમી રહી હતી.

હાલમાં કપાસનું 1 લાખ હેકટર અને મગફળીનું 1.65 લાખ હેકટરમાં વાવેતર થયું છે, વાવાઝોડાના કારણે વરસાદી સિસ્ટમમાં પણ ફેરફાર થયો છે, વરસાદ ખેચાતા જગતનો તાત હવે ભારે ચિંતામાં મુકાઇ ગયો છઝોડાના કારણે સિસ્ટમમાં થોડો ફેરફાર થયો છે, જેને કારણે વરસાદ થોડો વહેલો આવ્યો છે, જો કે જીલ્લાના કેટલાક ગામડાઓમાં અત્યાર સુધીમાં 11 ટકા વરસાદ પડી ચુકયો છે, કેટલાક ગામડાઓમાં 8 થી 9 ઇંચ સુધી વરસાદ પડયો છે, ત્યારે જો વરસાદ ખેચાશે તો વાવેલ બિયારણ ઉપર તેની અસર પડશે, જો કે હવામાન ખાતુ કહે છે કે 10 જુલાઇ બાદ વરસાદ આવશે.

રાજયના હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે તા. 11 થી બે દિવસ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં વરસાદ પડશે, કુદરત મહેર કરે તો આગામી સપ્તાહ સુધી પણ મેઘ મહેર ચાલે તેવી પણ સંભાવના છે, પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને કારણે ચોમાસુ ધીરે ધીરે સક્રીય થઇ રહયું છે, બીજી તરફ ખેડુતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે અને સૌરાષ્ટ્રના ખેડુતો મેઘાની કાગડોળે રાહ જોઇ રહયા છે.

વરસાદ ખેચાતા ધીરે મગફળી અને કપાસના વાવેતર ઉપર અસર થઇ રહી છે, મોટાભાગે જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે ત્યારે જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેઠો છે.

દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ વરસાદ ખેચાયો છે ત્યારે અગાઉ થઇ ગયેલા વાવેતરને સારી અસર પડશે, જો કે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ જીલ્લામાં વરસાદ થઇ રહયો છે, હવે વરસાદ ખેચાય તો પીવાના પાણીની તંગી કેટલાક ગામોમાં થશે ત્યારે અઠવાડીયામાં એકાદ બે ઇંચ વરસાદ થાય તો વાવેલા બિયારણને જીવતદાન મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS