વિવાદિત ફિલ્મ ધ કેરલ સ્ટોરીની કમાણીની રફતારમાં થયો ઘટાડો

  • May 17, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • રવિવારે ઊંચુ કલેકશન કર્યા બાદ સોમવારે કલેક્શન ડાઉન થઇ ગયું
  • અદા શર્માની ફિલ્મએ 11 દિવસમાં કરી 147 કરોડથી વધુની કમાણી


વિપુલ શાહ નિર્મિત ધ કેરલ સ્ટોરી રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી હતી અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ તમામ હોબાળા વચ્ચે 'ધ કેરાલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. જે રીતે તેના શો હાઉસફુલ ચાલી રહ્યા છે.


માત્ર 25 કરોડના ખર્ચે બનેલી ધ કેરલ સ્ટોરી 11 દિવસમાં 150 કરોડ ક્લબની ખૂબ નજીક આવી ગઈ છે. સોમવારે 11માં દિવસે પણ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. જોકે, રિલીઝ પછી પહેલીવાર ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ, તેમ છતાં સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મજબૂત સ્થિતિમાં છે. ફિલ્મે લગભગ 147 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. બીજા સપ્તાહમાં 200 કરોડની ક્લબમાં પ્રવેશવા તેનો ટાર્ગેટ હતો. પરંતુ ફિલ્મની કમાણીની ગતિમાં ઘટાડો થતાં તેમાં સમય લાગી શકે છે. 


બોક્સ ઓફિસ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ધ કેરલ સ્ટોરી'એ ગત રવિવારે 23.25 કરોડની કમાણી કરી હતી, ત્યાં સોમવારે તેમાં એકદમ ઘટાડો થતાં 9.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ રીતે ગયા શુક્રવારની સરખામણીમાં ફિલ્મની કમાણીમાં 17%થી વધુનો ઘટાડો થયો છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 77.61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે આ પછી તેણે શુક્રવારે 11.50 કરોડ, શનિવારે 19 કરોડ અને રવિવારે 23.25 કરોડની કમાણી કરી હતી. 


ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે. તેમાં તે છોકરીઓની કહાણી દર્શાવવામાં આવી છે જેઓ ઈસ્લામિક જેહાદની જાળમાં ફસાઈને આઈએસઆઈએસ (ISIS)ની આતંકી બને છે. કેરળમાં છોકરીઓનું કેવી રીતે ધર્માંતરણ થાય છે. કેવી રીતે હિંદુ પરિવારની શાલિની ફાતિમા બને છે. તેની વાત દેખાડવામાં આવી છે.



ફિલ્મ નિર્દેશક સુદિપ્તો સેને જણાવ્યું હતું કે, તેમણે આ વિષય પર 7 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. ઉપરાંત તેમની પાસે 100 કલાકથી પણ વધુ ટેસ્ટિમોની છે. જ્યારે હજારો પેજના ડોક્યુમેન્ટ પણ છે, જેને તેમણે આખી દુનિયામાંથી મેળવ્યા છે. કોન્ટ્રોવર્સીના કારણે મેકર્સે ફિલ્મના ટ્રેલરમાં પણ ફેરફાર કરવો પડ્યો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application