આગામી દિવસોમાં તમામ નગરપાલિકા અને ગ્રામપંચાયતો માટે પરિસ્થિતિને પહોંચી વળવા સાયરન અપાશે
જામનગર જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિના સંજોગો થયા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને તરત જ ખબર પડે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવાનુ છે એટલે ચેતવણીના ભાગપે સાયરનની જર પડે છે ત્યારે આગામી દિવસોમાં જામનગર જિલ્લાની નગરપાલિકા અને ગ્રામ પંચાયતો માટે ૧૦૦ સાયરન ખરીદવા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આજકાલની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
જામનગર શહેરમાં જે સાયરન કોર્પોરેશનની ફાયર બિગેડની ઓફિસની ઉપર છે તેનો અવાજ કેટલાક વિસ્તારોમાં સંભળાતો ન હોવાની ફરીયાદ ઉઠી છે જો કે હવે સ્થળ બદલીને કવાટર્સની અગાસી પર આ સાયરન લઇ જવાયુ છે પરંતુ તાલુકા લેવલે નગરપાલિકા અને ગામડાઓમાં ગ્રામપંચાયતોમાં આ પ્રકારની સુવિધા ન હતી. જયારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે લોકોને તાત્કાલિક જાણ થાય ત્યારે તે માટે સાયરન હોવુ જરી છે એટલે કે નગરપાલિકાની ઓફિસ અને ગ્રામ પંચાયતની ઓફિસ પર કે અન્ય બાજુની જગ્યા ઉપર સાયરન મુકવામાં આવે તો લોકોને જાણ થાય.
આગામી દિવસોમાં ૧૦૦ જેટલા સાયરનની ખરીદી કરવામાં આવશે. અને તમામ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં ફીટ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application