શહેરમાં બાલકન-જી-બારીવાળી જગ્યામાં સાયન્સ નોલેજ પાર્ક ડેવલપ કરવા નિર્ણય

  • June 24, 2021 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટે. કમિટીએ આજે 346.79 લાખના કામો કયર્િ મંજુર : લાલપુર રોડ ઉપર સીસી રોડ બનાવવા ા. 62.95 લાખ ફાળવાયા : પંપહાઉસ અને કાલાવડ રોડ ઉપર બનશે નવું ફાયર સ્ટેશન : જામ્યુકોની રીબેટ યોજના વધુ એક માસ માટે લંબાવાઇ

જામનગર શહેરમાં ચાર-પાંચ વર્ષ પહેલા મહાપાલીકા દ્વારા બાળકો માટે બાલકનજી બારીવાળી જગ્યામાં સાયન્સ નોલેજ પાર્ક ડેવલપ કરવા નિર્ણય લેવાયો હતો પરંતુ બજેટમાં દશર્વિાયુ હોવા છતા પણ આ કામ શ થઇ શકયુ ન હતું, આખરે આજે મળેલી સ્ટે. કમિટીમાં રણમલ તળાવ પ્રવેશદ્વારા 5 પાસે બાલકનજીબારીવાળી જગ્યામાં બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક બનાવવા કમિટીએ સૈઘ્ધાંતીક સ્વીકાર કર્યો છે, આ ઉપરાંત લાલપુર રોડ ઉપર પંપહાઉસ પાસે અને કાલાવડ રોડ ઉપર પ્લોટ નં. 62/2 માં ફાયર સ્ટેશન બનાવવાના કામ અંગે સૈઘ્ધાંતીક સ્વીકાર કરવામાં આવ્યો હતો, તેમજ જામનગર મહાપાલીકાની રીબેટ યોજનાની મુદત એક માસ એટલે કે તા. 30 જુનના પુરી થતી હતી તેમાં એક મહીનાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો કે અગાઉ બાળકો માટે સાવ મામુલી દરે બાલકનજીબારીમાં રમતો રમાડવામાં આવતી હતી, અને આ જગ્યા તોડી નાખ્યા બાદ એમને એમ ખાલી પડેલી હતી, આખરે સ્ટે. કમિટીમાં આજે મ્યુ. કમિશ્નરની દરખાસ્તનો સૈઘ્ધાંતીક સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આ જગ્યામાં બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક બનાવવા નકકી કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત જામનગરની વસ્તીને ઘ્યાનમાં લઇને પંપહાઉસ પાસે નવું ફાયર સ્ટેશન બનાવવા સૈઘ્ધાંતીક સ્વીકાર કરવામાં આવ્યો હતો, એટલું જ નહીં કાલાવડ રોડ ઉપર ઇએસઆરની સામે પણ નવું ફાયર સ્ટેશન બનાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો, મહાપાલીકાની હદ વિસ્તારમાં ગાંધીનગર પાસે આવેલ બ્રુકબોન્ડવાળી જમીનને શનિવારી બજારવાળી ખુલ્લી જગ્યા બાબતે ઝોન ચેઇન્જ અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું નકકી કરાયુ હતું.

સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગુલાબનગર ઝોનમાં 22.83 લાખ, શંકરટેકરી ઝોનમાં 15.70 લાખ, બેડી અને માધાપર ભુંગા ઝોનમાં 22.80 લાખ, રવિપાર્ક ઝોનમાં 9.95 લાખ અને જામનું ડેરુ તથા પાબારી ઝોનમાં 20.50 લાખ, ગોકુલનગર ઝોનમાં 21.26 લાખ, પવનચકકી ઝોનમાં 15.27 લાખ, તેમજ સમર્પણ ઝોનમાં ા. 15.27 લાખ બે વર્ષ માટે સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપલાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ મંજુર કરવામાં આવ્યો હતો.

જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં 7.61 લાખ, રણજીતનગર ઝોન વિસ્તારમાં 16.33 લાખ, મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં 10.56 લાખ, સીટી વિસ્તારમાં 29.27 લાખ મંજુર કરાયા હતા તેમજ વોટર વર્કસ શાખામાં રીક્ષા, છકડો બે વર્ષ ભાડે રાખવા 3.79 લાખ અને વોટર વર્કસ શાખાના જુદા જુદા કામો માટે માનવશકિત પુરી પાડવા 22.96 લાખ, રણજીતસાગર ડેમ ખાતે જંગલ કટીંગ મોરમ પાથરવા બે વર્ષ માટે 5.62 લાખ, વી.એમ. મહેતા કોલેજની કમ્પાઉન્ડ હોલ અને ગેઇટ બનાવવા ા. 14.36 તેમજ લાલપુર રોડ રાજપુત ક્ધયા છાત્રાલયથી બાયપાસ રોડ સુધી સીસી રોડ બનાવવા ા. 62.96 લાખ તેમજ  ફાયર શાખાના પંપ ઓપરેટર માટે કર્મચારીઓની મુદત છ માસ માટે, લાઇટ શાખાના કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ માટે 11 માસ માટે મુદત વધારવા નિર્ણય કરાયો હતો.

આ મિટીંગમાં મેયર બીનાબેન કોઠારી, ચેરમેન મનિષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, મ્યુ. કમિશ્નર વિજયકુમાર ખરાડી, ડે. કમિશ્નર વસ્તાણી, આસી. કમિશ્નર ડાંગર સહિતના 11 સભ્યો હાજર રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS