AIથી તા.૧૦થી ૧૩–મે સિંહોની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય

  • April 11, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી ૧૦થી ૧૩ મે દરમિયાન સંપુર્ણ ગુજરાતમાં વસતા સિંહની ગણતરી કરવાનો નિર્ણય સરકારે કર્યેા છે. છેલ્લે થયેલી સિંહ ગણતરીના આંકડા પરથી એ તારણ નિકળ્યું છે કે, ગુજરાતમાં સિંહોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેથી સિંહો માત્ર જંગલમાં જ નહીં પણ હવે માનવ વસાહતોમાં અવારનવાર નજરે આવે છે. ત્યારે સરકારે આ બાબતે વ્યૂહરચના બનાવી છે કે સિહોની અવરજવર જે જિલ્લામાં છે તે તમામ જિલ્લાઓમાં વસ્તી ગણતરી હેઠળ આવરી લેવા જોઈએ આ માટે ખાસ એ આઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સિંહોની ૧૬મી વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન યોજાનાર છે. જે જિલ્લ ામાં પ્રથમ વખત એ તમામ જિલ્લા માં એ.આઈ.ટેકનોલોજી ના ઉપયોગથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે સામાન્ય સંજોગોમાં દર પાંચ વર્ષે થતી આ ગણતરી હવે લગભગ દસ વર્ષે કરવામાં આવી રહી છે.
કોરોના મહામારીને કારણે ૨૦૨૦માં પૂરતી તૈયારી સાથે વિધિવત ગણતરી કરી શકાઈ નહોતી, જેના કારણે આ વખતે તે વધુ મહત્વની બની છે. વન વિભાગ દ્રારા જાણવા મળ્યું છે કે, આ ગણતરી બે તબક્કામાં ૨૪–૨૪ કલાક ચાલશે.
અહીં નોંધવું જરી છે કે એસીઆરટીસી હોય એકમાત્ર નિવાસ્થાન ગીર ઉપરાંત અન્ય ૧૧ જિલ્લામાં વસવાટ શ કર્યેા છે ૨૦૨૦ ની ગણતરી મુજબ ૬૭૪ સિંહની નોંધણી થઈ હતી આ વખતે ગીર બરડા સિવાય ભાવનગર અમરેલી બોટાદ જિલ્લામાં સિંહો ની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application