પોરબંદર જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાનો રોડમેપ સાંસદની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે તૈયાર થયો હતો જેમાં વિસાવાડા નજીક દેશના સૌથી લાંબા ૧૨ કિ.મી.ના બીચને વિકસાવવા નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત પોરબંદરમાં બાપુના જન્મસ્થળને વિકસાવવા ‘મહાત્મા ગાંધી જન્મસ્થળ કોરીડોર’ પ્રોજેકટનો વર્ષ ૨૦૨૫-૨૬માં સમાવેશ કરી આંતરરાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટની નિમણૂંક થશે.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે પોરબંદર લોકસભાના વિકાસલક્ષી કામો અને વિવિધ પ્રશ્ર્નોને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર બળવંતસિંહ રાજપૂત, મંત્રી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, જળસંપત્તિ, મંત્રી મુકેશભાઈ પટેલ, પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેલ હતા.
આ બેઠકમાં મંત્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ પોરબંદર બરડા અભયારણ્યમાં વસતા માલધારી ભાઈઓને રી-લોકેટ કરવા અંગેની યોજના બનાવવા, પોરબંદર ફોરેસ્ટ ડિવિઝન હેઠળની ઘટતી સુવિધાઓ પૂરી પાડવા, કુતિયાણા વિસ્તાર હાલ જૂનાગઢમાં સમાવિષ્ઠ છે જેને પોરબંદરમાં સમાવવા થયેલ હુકમનો ઝડપથી અમલ કરાવવા અંગે સૂચન કરેલ હતા. તેમજ પ્રવાસન વિભાગના પ્રશ્ર્નોમાં મૂળ દ્વારકા બીચ વિકસાવવાના કામને વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સમાવેશ કરેલ છે, મૂળ દ્વારકા-હર્ષદ પ્રવાસન કોરિડોરના ભાગપે ૧૨ કી.મી.ના દેશના સૌથી લાંબાબીચ તરીકે વિકસાવવા અંગેની કાર્યવાહી તાકીદે હાથ ધરવા તેમજ હર્ષદમાતાજીમંદિરના વિકાસ કામ હાથ ધરવું તથા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળને વિકસાવવા મહાત્મા ગાંધી જન્મસ્થળ કોરિડોર પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૫-૨૬માં સમાવેશ કરવો તથા તેના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવા અંગેના પ્રશ્નો તથા સાંસ્કૃતિક વિભાગ હેઠળ પોરબંદરના જૂના સેક્રેટરીએટ બિલડીંગમાં રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવવું અને પોરબંદર જિલ્લામાં લાઇબ્રેરી માટે નવું જિલ્લા કક્ષાનું ભવન બાંધવું, તેમજ કુતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાનું લાઇબ્રેરીભવન બાંધવું. સહિતના વિકાસ કામો અંગે વિગતવાર સૂચન કરવામાં આવેલ હતા.
આ બેઠકમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત નાગરિક ઉડ્ડયન વિભાગ હેઠળ પોરબંદરનાએરપોર્ટના વિકાસ કામ બાબત તેમજ પોરબંદર-અમદાવાદ-પોરબંદર ટ પર ઇન્સ્ટ્રાસ્ટેટ યોજના હેઠળ હવાઈ સેવા શ કરવા વધુમાં પોરબંદર-મુંબઈ-પોરબંદર, તથા પોરબંદર-દિલ્હી-પોરબંદર હવાઈ સેવા સ્કીમ હેઠળ શ કરવાની દરખાસ્ત કરવી તથા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ પોરબંદર આઈ.ટી.આઈ. ખાતે મર્ચન્ટ નેવી ક્રૂ અને અધિકારીઓને ટ્રેનિંગ માટે નવી મર્ચન્ટને વી.આઈ.ટી.આઈ. શ કરવી. તથા ડીપી-સી ફિશિંગના ક્રૂને તાલીમ આપવા માટે આઈ.ટી.આઈ.માં નવો કોર્ષ શ કરવા તેમજ પોરબંદર ખાતેના કામદાર કલ્યાણ કેન્દ્રના જૂના મકાનો પૈકી એકને રીપેરીંગ કરવા તેમજ બીજા કેન્દ્રના મકાનની જગ્યાએ નવું મકાનના નિર્માણના કામકરવા સહિતના વિકાસના મુદ્દાઓ અંગે સૂચનાઓ કરવામાં આવેલ.આ બેઠકમાં રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલ જળસંપત્તિવિભાગ હેઠળ પોરબંદર, જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના પ્રશ્ર્નોના કાયમી ઉકેલ માટે ટર્ન -કી પ્રોજેક્ટ બનાવીને કામો શ કરવા, સૌની યોજનાની પાઇપ લાઇનના પાણીથી તળાવો ભરવાની દરખાસ્તો મંજૂર કરવી, પાણી પુરવઠા બોર્ડને સોંપેલ ફોદરા અને ખંભાળા ડેમના મજબૂતીકરણ કરવાના કામને મંજૂરી આપવા વિકાસ કામો અંગે સૂચન મળેલ હતા.
આ બેઠકમાં વન પર્યાવરણ, પ્રવાસન, જળસંપત્તિ, પાણી પુરવઠા, ઉદ્યોગ અને શ્રમ અને રોજગારને વિભાગને લગતા વિકાસ કામો અંગે સૂચનો મળેલ હતા. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech