ગુજરાતના દરિયાકાંઠાને વિકસાવવા માટે રાજ્યમાં નવા દસ ગ્રીનફિલ્ડ બંદરો વિકસાવવા નિર્ણય લેવામાં આવ્યો છે તે ઉપરાંત પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ૮ બંદરોના વિસ્તાર અને સુવિધા વધારવા પણ રાજ્ય સરકાર મકકમ હોવાનું જાણવા મળ્યુ છે તથા પોરબંદર અને ઓખાની કોસ્ટગાર્ડ જેટીના કામ પણ કરોડોના ખર્ચે ધમધમ્યા છે તેવી વિધાનસભામાં જાણકારી આપવામાં આવી છે.
નવા ગ્રીનફિલ્ડ બંદરો વિકસાવવા જાહેરાત
રાજ્ય વિધાનસભા ગૃહમાં બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ(વિભાગીય બજેટ)મંજૂર કરાઇ હતી. આ પ્રભાગની ચર્ચાને અંતે તેના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે રાજ્યના દરિયાકાંઠે ૧૦ ગ્રીન ફિલ્ડ (જ્યાં હાલ કોઇ બંદર નથી) બંદરો વિકસાવવા માટે સ્થળની પસંદગી કરીને ખાનગી કંપનીઓને વિકાસ અને કામગીરી માટે ઓફર કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરોના અપગ્રેડેશનની દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી સ્થિત સિરામિક ઉદ્યોગની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે નવલખી બંદર પર ક્ધટેનર હેન્ડલીંગ સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન કરાયુ છે.નવલખા બંદરને દેશના અન્ય બંદરો સાથે જોડી કોસ્ટલ શિપીંગ માટે તૈયાર કરવામાં આવી રહ્યુ છે.
શીપ રીસાઇકલીંગ ક્ષેત્રે અલંગ ખાતે રીસાઇકલીંગ ક્ષમતાને હાલના ૪.૫ મિલિયન એલ.ડીટી. (લાઇટ ડીસપ્લેસમેન્ટ ટનેજ)થી બમણી કરીને ૯ મિલિયન એલ.ડી.ટી.થી વધુ કરવાની મહાત્વાકાંક્ષી યોજના હાથ ધરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા શીપ રીસાઇકલીંગ ઉદ્યોગમાં પ્રવર્તતી મંદીને ધ્યાને લઇને પ્લોટ ધારકોને છેલ્લા પાંચ વર્ષમાં લાગુ પડતા વાર્ષિક દરો પેટે આશરે રૂ. ૧૧૪ કરોડની નાણાકીય રાહતો આપવામાં આવી છે. હવે, વર્ષ ૨૦૨૫-૨૬મ માટે પણ રૂ. ૨૮ કરોડની નાણાકીય રાહતો અપાશે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડે પોર્ટ સીટીની સ્થાપના દ્વારા એક મહાત્વાકાંક્ષી પ્રોજેકટનું નિર્માણ કરાશે. આર્થિક વૃધ્ધિ, રહેણાંક, જીવન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને મનોરંજનની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્ેશ્ય સાથે પોર્ટ સીટીની જાહેરાત કરવામાં આવી હતી. જે વાર્ષિક ૨૫૦ થી ૫૦૦ મિલિયન મેટ્રિક ટન પર એનમની ક્ષમતા ધરાવતા મલ્ટી કાર્ગો હેન્ડલિંગ પોર્ટ સાથે અંદાજીત ૫૦૦ ચો.કિ.મી.માં ફેલાયેલો વિશાળ વિસ્તાર હશે.
પોરબંદર સહિત આઠ બંદરોનો થશે વિકાસ
પોરબંદર સહિત રાજ્યના આઠ બંદરના વિકાસથી સમગ્ર ગુજરાતનો વિકાસ ઝડપી બનશે. તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત મેરીટાઇમ વિઝન-૨૦૪૭ તૈયાર કર્યો છે જે અંતર્ગત રાજ્યમાં એક આંતરરાષ્ટ્રીયકક્ષાનું મેરીટાઇમ સીટી બનાવવાનું આયોજન કરાયુ છે. જે સીટી વૈશ્ર્વિકસ્તર ઉપર સ્પર્ધા કરી શકે તે કક્ષાનું બનાવવામાં આવશે.
આ વખતના બજેટમાં ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ પોરબંદરના ધારાસભ્યે જણાવ્યુ છે. ગુજરાત સરકારે મેરીટાઇમ બોર્ડની મદદથી રાજ્યના ૪૮ નાના અને મધ્યમકક્ષાના બંદરોનો ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. જેના કારણે આજે દેશમાં જે નાના અને મધ્યમ કક્ષાના બંદરોએથી કુલ આયાત-નિકાસ થાય છે. તેમાંથી ૬૭% ગુજરાતના બંદરોએથી થાય છે. જેના કારણે ગુજરાતના જે નાના અને મધ્યમકક્ષાના બંદરો છે તેની અર્થવ્યવસ્થા ધમધમતી રહી છે. આ ઉપરાંત ગુજરાતના પોર્ટ દેશના કુલ કાર્ગો પરિવહનમાં ૩૭% જેટલો હિસ્સો ધરાવે છે. એટલે કે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હિસ્સો અન્ય તમામ રાજ્યો કરતા ઘણો વધારે છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત મેરીટાઇમ વિઝન -૨૦૪૭ તૈયાર કર્યો છે,
જે અંતર્ગત રાજ્યમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેરીટાઇમ સીટી બનાવવાનું આયોજન કરાયુ છે, જે સીટી વૈશ્ર્વિક સ્તર ઉપર સ્પર્ધા કરી શકે તે કક્ષાનું બનાવવામાં આવશે. જે માટે આ વખતના બજેટમાં ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં મધ્યમકક્ષાના આઠ બંદર છે. તેનો વિસ્તાર કરવા માટે આ વખતના બજેટમાં ા. ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ માટોનો અભ્યાસ અહેવાલ આવી જાય એટલે પોરબંદર, ભાવનગર, ઓખા સહિતના આઠ બંદરનો વિકાસ થઇ શકશે. આ ઉપરાંત રાજ્યમાં જે બંદરોનું સંચાલત સરકારી ધોરણે થાય છે તેનું સંચાલન કરવા એક કંપની બનાવી વેપારી ધોરણે સંચાલન થાય તે માટેની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
સરકાર દ્વારા ૪૦૨૪ કરોડનું રોકાણ
ભાવનગર બંદરના ઉત્તર ભાગમાં બ્રાઉન ફિલ્ડ બંદર વિકસાવવા માટે અંદાજીત રૂ. ૪૦૨૪ કરોડના રોકાણના આયોજન માટે ક્ધસેશન એગ્રીમેન્ટ, દહેજ બંદરની સુવિધાઓના વિસ્તૃતિકરણના ભાગરૂપે મે. પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. ૧૬૫૬ કરોડના ખાનગી મૂડીરોકાણથી ત્રીજી જેટીના બાંધકામની કામગીરી, દહેજ ખાતે આવેલા મે. ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ દ્વારા અંદાજિત રૂ. ૩૩૨૨ કરોડના ખર્ચે બજી જેટી વિકસાવવા માટેનું બાંધકામ, પોરબંદર, ઓખા અને મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડ જેટીઓ બનાવવા માટે કુલ રૂ. ૪૩૦ કરોડના ખર્ચનું આયોજન, જે પૈકી કોસ્ટગાડૃ વતી ઓખા અને પોરબંદર ખાતે જેટીના કામ રૂ. ૨૬૦ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ૧૮ પોર્ટને જોડતા રોડ પ્રોજેકટ, ૧૧ ૧૧ જેટલા રેલ્વે કનેકટીવીટીના પ્રોજેકટ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગર-બાંદ્રા સ્પેશલ સાપ્તાહિક ગાડીની અવધિ જુન સુધી લાંબાવાઈ
March 25, 2025 03:02 PMગુજરાતના મુખ્યમંત્રી બનવા કરતા જિલ્લા બેન્કના ડાયરેક્ટર બનવું સારુ : યુવરાજસિંહ
March 25, 2025 03:01 PMગુરુપ્રસાદ ચોકમાં ફરસાણની દુકાનમાંથી ચોરી કરનાર દશરથ ઉર્ફે દસ્તો પકડાયો
March 25, 2025 03:00 PMરૂ અઢી લાખની રોકડ સાથે ૧૫ જુગારી ઝડપાયા, એક નાસી છૂટ્યો
March 25, 2025 02:59 PMસિહોર નજીક ગાડી અડફેટે શ્રમિક આધેડનું મોત
March 25, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech