જામનગરમાં કરજમાં ડૂબેલા વેપારીનો આપઘાત

  • May 10, 2021 01:42 PM 

વડપાંચસરામાં તાવમાં ભૂલથી જંતુનાશક દવા પી લેતા મહિલાનું મોત: ગુલાબ નગરમાં ઉલટી થતા યુવાનનો ભોગ લેવાયો

જામનગરના તિરુપતિ પાર્કમાં એક વેપારીએ કરજમાં ડૂબી જતા આપઘાત કરી લીધો છે, લોકડાઉંન બાદ આર્થિક સંકડામણને કારણે આપઘાતી પગલાં ભરવાના બનાવોમાં વધારો નોંધાયો હતો દરમિયાનમાં ઉપરોક્ત વિગતોમાં પોલીસે તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં લાલપુરના વડપાંચસરામાં ભૂલથી ઝેરી જંતુનાશક દવા પી લેતા મહિલાનું મોત થયું હતું. જ્યારે ગુલાબ નગરમાં ઉલટી થવાથી સારવારમાં યુવાનનું મૃત્યુ થયું હતું.

જામનગરના સ્વામિનારાયણ પાર્ક શેરી નંબર 5 ખાતે રહેતા વેપારી સુરેશભાઈ કાન્તિલાલ ભાઈ લશ્કરી ઉંમર વર્ષ 50 એ ગત તારીખ 8 ના રોજ તિરૂપતિ પાર્ક ખાતે આવેલી એસએ ટેકસો નામની દુકાનમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

મરણ જનાર સુરેશભાઈ નામના વેપારી કોઈ જાતના કરજમાં ડૂબી ગયેલ હોય તેના કારણે આ પગલું ભરી લીધું હતું, આ બનાવની જાણ સ્વામિનારાયણ પાર્ક શેરી નંબર 2 માં રહેતા કેતન સુરેશભાઈ લશ્કરી દ્વારા સીટી-સી ડિવિઝનમાં કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડોઉન બાદ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી હતી, આર્થિક સંકડામણના કારણે જુદા જુદા વિસ્તારોમાં આપઘાતના બનાવો પણ સામે આવ્યા હતા દરમિયાનમાં વેપારીએ કરજના કારણે મોત વહાલું કરી લેતાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પોલીસ દ્વારા જાહેર થયેલી વિગતોના આધારે તપાસ લંબાવવામાં આવી છે,

બીજા બનાવમાં લાલપુર તાલુકાના વડ પાચસરા ગામમાં રહેતી કંનીબેન રામાભાઇ ઝાપડા ઉમર વર્ષ 41 ને તાવ આવતો હોય જેથી દવા અને ખેતીકામમાં ઉપયોગમાં લેવાતી દવા પાસે રાખેલ હોય જે ભોગ બનનારના ઘરે લાઇટ ન હોવાથી તાવમાં પીવાની દવા ના બદલે ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવા સમજીને પી લેતા તેણીનું મૃત્યુ નીપજયું હતું. આ અંગે રામાભાઇ દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરાઇ હતી.

ત્રીજા બનાવમાં જામનગરના ગુલાબનગર ના વૃંદાવનધામ બેમાં રહેતા હર્ષદભાઈ દિલીપભાઈ નકુમ ઉંમર વર્ષ 27 ને ઘરે ઊલટીઓ થતાં સારવારમાં લાવતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયાનું દિલીપભાઈ દ્વારા જાહેર કરાયું હતું.

વધુ એક બનાવમાં કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામમાં રહેતા ઘનશ્યામ બેચરભાઈ ડાંગર ઉંમર વર્ષ 47 ગત તા 8ના રોજ પોતાના ઘરે હતા ત્યારે અચાનક ચક્કર આવતા અને શરીરે પરસેવો વળી જતા જી જી હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે અરવિંદભાઈ ડાંગર દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS