રાજય પોલીસવડા દ્રારા અગાઉ ગાંધીનગરમાં યોજાતી ક્રાઈમ કોન્ફરન્સ હવે મહાનગરોમાં યોજવાની જાહેરાત થયા બાદ પ્રથમ વખત રાજકોટમાં ડીજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી છે. રાય પોલીસવાળા વિકાસ સહાયની અધ્યક્ષતામાં સવારથી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ક્રાઈમ કોન્ફરન્સ શ થઇ હતી. જેમાં ચાર મહાનગરોના પોલીસ કમિશનર, ૯ રેન્જ આઈજી ઉપરાંત સીઆઇડી, લો એન્ડ ઓર્ડર, વહીવટી વિભાગના વડાઓ દ્રારા રાયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરીને અંકુશમાં લાવવા સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રાય પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ડીજી કક્ષાના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવતી હોય છે. જે અગાઉ ગાંધીનગરમાં યોજાતી હતી પરંતુ હવે રાયના મહાનગરોમાં આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગપે પ્રથમ વખત રાજકોટમાં આ ક્રાઈમ કોન્ફરન્સ આજરોજ યોજાઇ હતી.
સવારના રાય પોલીસવડા વિકાસ સહાય તેમજ રાજકોટ ઉપરાંત ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશનર તેમજ રાયની તમામ રેન્જના વડાઓની હાજરીમાં આ ક્રાઈમ કોન્ફરન્સ શ થઈ હતી. આ પૂર્વે રાય પોલીસવડા વિકાસ સહાય રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાય પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ ક્રાઈમ કોન્ફરન્સમાં રાયમાં મિલકત, શરીર સંબંધી ગુનાઓના ડિટેકશન, આર્થિક ભીંસમાં ફસાયેલા લોકો આપઘાત કરવા તરફ ન પ્રેરાઇ તે માટે લોન મેળા તેમજ વ્યાજખોરી વિદ્ધ લોક દરબાર, ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી, તેરા તુજકો અર્પણ સહિતના કાર્યક્રમો સહિતના મુદ્દાઓ અંગે કોન્ફરન્સમાં ચર્ચા થઈ હતી.
રાય પોલીસવડા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આજરોજ રાજકોટમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજનાર હોય સવારથી જ રાજકોટ પોલીસ બેડામાં ક્રાઇમ કોન્ફરન્સની વ્યવસ્થાને લઇ વ્યસ્તતા જોવા મળી હતી.
ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ ક્રાઈમ કોન્ફરન્સમાં ચાર મહાનગરના પોલીસ કમિશનર જેમાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રેજશ કુમાર ઝા,અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અમદાવાદ તથા વડોદરા પોલીસ કમિશનર નરસીહમા કોમાર સહિતના પોલીસ કમિશનર ઉપરાંત રાજકોટ,ભાવનગર, જૂનાગઢ, ,અમદાવાદ, વડોદરા, ગોધરા, ગાંધીનગર, સુરત અને બોર્ડર રેન્જના આઈ.જી ઉપરાંત સીઆઇડી ક્રાઇમ, લો એન્ડ ઓર્ડર અને વહીવટી શાખાના વડા સહિત ૧૮ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી.
ક્રાઈમ કોન્ફરન્સમાં રાયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને ગુનાખોરીને અંકુશમાં લાવવા સહિતની બાબતો અંગે ધનિ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંગે બપોર બાદ રાય પોલીસ વડા વિકાસ સહાય દ્રારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવનાર છે. જેમાં રાય પોલીસ વડા દ્રારા આગામી દિવસોમાં રાયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ કેવા પગલાંઓ લેશે સહિતની બાબતો અંગેની માહિતી રાય પોલીસવડા દ્રારા આપવામાં આવશે.
રાજય પોલીસવડા વિકાસ સહાય રાજકોટના મહેમાન બનતા રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ઉપરાંત અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન–૧ સનસિંહ પરમાર,ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રાય પોલીસવાળાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
ક્રાઈમ કોનફરન્સમાં હાજર રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ
રાય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટમાં યોજાયેલી આ ક્રાઈમ કોનફરન્સમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા,રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક,સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત,વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓમાં ખુરશીદ હેમદ, વબાંગ જમીર, પરીક્ષિતા રાઠોડ, પલ સોલંકી, નિલેશકુમાર જાજડીયા, ચિરાગ કોરડીયા,નીલા પાટીલ, હસમુખ યાદવ ગૌતમ પરમારનો સામવેશ થાય છે.
જિલ્લા પંચાયત કચેરી પાકિગ બની ગયું
રાજકોટમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં રાજયભરમાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવ્યા હોય દરમિયાન પોલીસ કમિશનર કચેરી સામે જ આવેલી જિલ્લા પંચાયતની કચેરી જેનું હાલ સ્થળાંતર થયું છે. ખાલી રહેલી આ કચેરીના મેદાનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના વાહન સહિતના પોલીસ કફલના વાહનો માટેનું પાકિગ સ્થળ બની ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી : બે લોકોએ જીવ ગુમાવ્યા, કેટલાક હજુ પણ કાટમાળમાં ફસાયેલા
December 22, 2024 12:17 PMભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech