મોરબીમાં ભાયુ ભાગની જમીન બાબતે જાનથી મારી નાખવાની ધમકી

  • February 26, 2021 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના ધૂળકોટ ગામે ભાયું ભાગની જમીન બાબતે ઝપાઝપી થયા બાદ અકસ્માત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે. 


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા ગીતાબેન ગુલાબભાઈ પરમાર (ઉ.૪૨)એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી ગીતાબેન તથા આરોપી દેવરાજભાઈ જેસાભાઈ પરમાર, શારદાબેન દેવરાજભાઈ પરમાર અને રવિભાઈ દેવરાજભાઈ પરમારની ભાયું ભાગની જમીન જે આરીપી દેવરાજભાઈને ફરિયાદી ગીતાબેનને ભાગ આપવો ન હોય જેથી ફરિયાદી ગીતાબેન તથા સાહેદો ભૂંડા બોલી ગાળો આપી ફરિયાદી ગીતાબેન સાથે ઝપાઝપી કરી મુંઢ ઈજા કરી આરોપી રવિભાઈએ પોતાની આઈ ટ્વેંટી કાર ફૂલ સ્પીડમાં ચલાવી ફરિયાદી ગીતાબેનના જમણા પગની આંગળીમાં ટાયર અડી જતા ઈજા કરી ફરી વખત ભાયું ભાગની જમીન માંગશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS