ડેમ ખાતે કપડા ધોવા ગયા ત્યાં પુત્રીનો પગ લપસતા બચાવવા જતા માતા પણ ગરકાવ થયા : ગામમાં અરેરાટી
કાલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામે આવેલ મણવર ડેમ ખાતે ગઇકાલે બપોરના સુમારે માતા-પુત્રી સહિતના કપડા ધોવા માટે ગયા હતા, દરમ્યાન પુત્રીનો પગ લપસતા પાણીમાં પડી જતા માતા તેને બચાવવા જતા બંને ઉંડા પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજયતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
કાલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામમાં રહેતા રસીલાબેન વિજયભાઇ ડાંગરીયા (ઉ.વ.39) અને તેમની પુત્રી હેત્વી (ઉ.વ.15) તથા રસીલાબેનના દેરાણી કાજલબેન ગઇકાલે બપોરના 3-0 વાગ્યાના સુમારે ગામની સીમમાં આવેલ મણવર ડેમ ખાતે કપડા ધોવા માટે ગયા હતા.
દરમ્યાન સાંજના 4-45 વાગ્યાના સુમારે બાળકી હેત્વીનો પગ લપસી જતા તે ઉંડા પાણીમાં પડી ગઇ હતી આથી તેની માતા રસીલાબેન તેણીને બચાવવા જતા તે પણ પાણીમાં ગરકાવ થયા હતા, બંને ઉંડા પાણીમાં ડુબી જતા સારવારમાં કાલાવડ સરકારી હોસ્પીટલે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી પાણીમાં ડુબી જવાના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું.
આ અંગે પીઠડીયા-2 ગામમાં રહેતા ખેતીકામ કરતા વિજય છગનભાઇ ડાંગરીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી, માતા-પુત્રીના મૃત્યુથી ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વધુમાં મળેલી વિગત મુજબ હેત્વી કાલાવડના હીરપરા ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરે છે, અને હાલ વેકેશન હોવાથી પોતાના ઘરે રોકાવા માટે આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech