રાજકોટમાં હાર્ટએટેકએ હાહાકાર મચાવ્યો છે. ૨૪ કલાકમાં ૨૧ અને ૩૫ વર્ષના યુવક, એક પ્રોઢા અને જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીનું દય બેસી જતા મૃત્યુ થયું છે. જેમાં પોપટપરાવિસ્તારમાં રહેતો અને આવતીકાલે જેની જાન જવાની હતી એ અજય સોલંકી ખુરશી બેસી મોટાભાઈ સાથે વાત કરતા કરતા ઢળી પડો હતો, જામનગર રોડ ઉપર એસઆરપી કેમ્પ સામે આસ્થા સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ કિશોરસિંહ જાડેજા ઘરે બેભાન થી ગયા હતા. આ ઉપરાંત રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અંજારના હરિભાઈ લોયાણી દુખાવો ઉપડતા દમ તોડી દીધો હતો. જયારે બાબરીયા મેઇનરોડ પર મીનાક્ષી–૩માં રહેતા હંસાબા રતુભા જાડેજા નામના ૫૧ વર્ષીય પ્રોઢા ઘરે બેભાન થઈ જતા મોત થયું હતું. માયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતા મહેન્દ્રભાઈ પુનાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬) નામના આધેડ ચક્કર આવતા પડી ગયા હતા અને સારવાર કારગત નીવડે પહેલા દમ તોડી દીધો હતો.
આસ્થા સોસાયટીમાં નિવૃત પીઆઈના પુત્રનું દયબેસી ગયું રાજકોટ–જામનગર રોડ ઉપર એસઆરપી કેમ્પ સામે આવેલી આસ્થા સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૩૫)નામના યુવક સાંજે ઘરે બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે ખસેડા હતા પરંતુ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક બેભાઈમાં નાના હતા. અને સંતાનમાં એક દીકરો છે. મૃતકના પિતા કિશોરસિંહ (કે.બી.જાડેજા) નિવૃત પીઆઇ હતા. યુવકને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
બાબરિયામાં પ્રોઢાનું, બેભાન હાલતમાં મોત
બાબરીયા મેઈન રોડ પર નંદનવન પાસે મીનાક્ષી–૩માં રહેતા હંસાબા રતુભા જાડેજા (ઉ.વ.૫૧)નામના પ્રોઢા રાત્રે ઘરે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જીવ બચી શકયો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ હયાતનથી સંતાનમાં ચાર દીકરી એક દીકરો છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણવ્યું હતું. પ્રૌઢાના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
માયાણીનગરમાં મહેન્દ્રભાઈનું, હાર્ટ થભી ગયું
માયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતા મહેન્દ્રભાઈ પુનાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬)નામના આધેડ રાત્રીના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં ઘરે હતાત્યારે અચાનક ચકકર આવતા બેભાન થી પડી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ફરી પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક બેભાઈ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. બનાવ અંગે માલવિયા નગર પોલીસે જરી કાગળો કર્યા હતા.
રાજકોટ સેન્ટ્રલજેલમાં અંજારના કેદીને છાતીમાં દુખાવો ઉપડા બાદ દમ તોડો
અંજારના અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં આપઘાતની ફરી પાડવાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા હરિભાઈ જખુભાઇ લોયાણી (ઉ.વ.૫૫)નામના આધેડ બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં જેલની બેરેકમાં હતા ત્યારે આવ્હાનક છાતીમાં દુખાવો થતા જેલથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે પ્ર.નગર પોલીસે જરી કર્યવાહી કરી હતી. મૃતક ચારભાઈ એક બહેનમાં મોટા હતા અને સંતાનમાં એક પુત્રી છે. બનાવ અંગે પરિવારજનો જાણ કરવામાં આવતા પરિવારમાં શોક છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech