આમરામાં અજાણ્યા વૃદ્ધનું મોત: ઓળખ માટે તજવીજ

  • June 08, 2021 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક આમરા ગામ બસ સ્ટેન્ડ પાછળની જાળી પાસેથી ગઈકાલે બપોરે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો કુદરતી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બીજીબાજુ પોલીસે મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી આગળ ધપાવી છે.

જામનગર-ખંભાળિયા હાઇવે આમરા ગામ બસ સ્ટેન્ડ પાછળ પાસે ગઈકાલે આશરે 65 થી 70 વર્ષના એક અજાણ્યા વૃદ્ધ પુરુષ કોઈ પણ કારણસર મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હતા. મરણ જનાર પાતળા બાંધાના અને શ્યામ વર્ણ, સફેદ મેલા જેવો ચોયણો, સફેદ સર્ટી અને ગંજી પહેરેલ છે સફેદ દાઢી વાળ અને કાળો દોરો પહેરેલ છે. સિક્કા પોલીસને જાણ થતાં સ્થળ પર જઈને મૃતદેહનો કબજો સંભાળીને બિનવારસી લાશ અંગે પીએમ કરાવી ને હાલ કોલ્ડ સ્ટોરેજ રૂમ જીજી હોસ્પિટલ ખાતે રાખેલ છે. આ અંગે કોઈ જાણ હોય તો સિક્કા પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)