કાલાવડમાં ભૂલથી ઝેરી દવા પી લેતાં યુવતીનું મોત

  • June 28, 2021 10:15 AM 

લાલપુર નજીક સાપ કરડી જતા તરૂણનો ભોગ લેવાયો

કાલાવડમાં એક યુવતીએ ભૂલથી ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડયો હતો જ્યારે લાલપુરના દેવગઢ વાડી વિસ્તારમાં ઓરડીમાં સુતેલા તરુણને સાપ કરડી જતાં સારવારમાં મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

કાલાવડના દવાખાના પાછળ રહેતી એકતા બેન પ્રકાશભાઈ ચાવડા ઉમર વર્ષ 19 નામની યુવતીએ તારીખ 25ના રોજ પોતાના ઘરે ભૂલથી ઝેરી દવા પી લેતા પ્રથમ સી એચ સી કાલાવડ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવની જાણ પ્રકાશભાઈ ચાવડા દ્વારા કાલાવડ પોલીસમાં કરવામાં આવી હતી. યુવતીના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બીજા બનાવમાં મુળ મધ્યપ્રદેશના ભગવાનપુર પીપળીયા બામવલીના વતની અને હાલ લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા હીરાલાલ જામસીંગ બેકોલ ઉંમર વર્ષ 17 નામકરણ ને ગત તારીખ 22 ના વહેલી સવારે લાલપુરના દેવગઢ વાડી વિસ્તારમાં આવેલી ઓરડીમાં સૂતો હતો એ દરમિયાન સાપ કરડી જતા સારવાર માટે અત્રેની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.આ બનાવ અંગે જામસિંગ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)