જામનગરમાં રેલવે ઓવરબ્રિજ પરથી છલાંગ મારનાર યુવકનું મોત

  • June 10, 2021 11:24 AM 

ટ્રેનમાં આવી જતા પગ અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવારમાં દમ તોડયો

જામનગરના ગાંધીનગર રેલવે ઓવરબ્રિજ પરથી ગઈકાલે છલાંગ લગાવનાર યુવાનનું શરીરે ગંભીર ઈજા થવાથી સારવારમાં મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

જામજોધપુર તાલુકાના સત્તાપર ગામમાં રહેતા માધવ કેતનભાઇ કક્કડ ઉંમર વર્ષ 20 નામનો યુવાન ગઇકાલે જામનગરના ગાંધીનગર રેલવે ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો, આથી ટ્રેનમાં આવી જતા માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે અને હાથ તથા બંને પગ કપાઈ જતાં ગંભીર ઇજા સબબ લોહીલુહાણ હાલતમાં 108 મારફત સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન માધવ ભાઈનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, આ બનાવ અંગે સતાપર રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા મૃતકના પિતા કેતન રમણીકભાઈ કક્કડ દ્વારા સીટી બી ડિવિઝનમાં જાહેર કરાયું હતું. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS