ધ્રોલના જાળીયા સીમમાં ઝેરી દવા પી લેતાં યુવાનનું મોત

  • April 03, 2021 08:48 PM 

રાત્રિના વાડીએ પાણી વાળવા ગયા પછી સવારે ખાટલામાં મૃત હાલતમાં મળી આવેલ, પોલીસ દ્વારા કરાતી તપાસ

ધ્રોલ તાલુકાના જાળિયા ગામની સીમમાં વાડીએ રાત્રિના પાણી વાળવા ગયેલા ભરતપુરના કોળી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયું છે.

જામનગર તાલુકાના ભરતપુર ( વિરપુર) ગામમાં રહેતા સંજયભાઈ હકુભાઇ સદાદીયા ઉંમર વર્ષ 22 નામનો યુવાન ગત તારીખ 31 ના રાત્રિના લાઈટ આવતા તલ વાવેલ હોય ત્યાં જાળીયા ગામની સીમમાં આવેલી વાડીએ પાણી વાળવા માટે ગયો હતો.

દરમિયાન સવારે ઘરે નહીં આવતા હકુભાઇ વાડીએ જઈને તપાસ કરી જોતા સંજયભાઈ ખાટલામાં સુતા હતા અને ખાટલાની બાજુમાં જંતુનાશક દવાની બોટલ પડી હતી ઊલટીઓ થયેલ હોય આથી રાત્રીના કોઈ પણ સમયે, કોઇ કારણોસર પોતાના હાથે યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજ્યાનું હકુભાઈ બચુભાઈ દ્વારા ધ્રોલ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS