શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર અર્જુન પાર્ક પાસે બંગલામાં ભોં ટાંકામાં વાલ્વ બધં કરવા ગયેલો સફાઈ કામદાર યુવાન અહીં ડૂબી ગયો હતો જેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં આવી રેસ્કયુ કયુ હતું.બાદમાં યુવાનને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાતા અહીં તેને મૃત જાહેર કર્યેા હતો. યુવાનના મોતથી ચાર પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.બે બહેનના એકના એકના એક ભાઇના મોતની પરિવારજનો શોકમય બની ગયા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા અને કોન્ટ્રાકટ બેઝ પર સફાઈનું કામ કરનાર મહેશ રમેશભાઈ ચૌહાણ(ઉ.વ ૨૮) આજરોજ તે તથા તેની પત્ની બંને ૧૫૦ ફટ રીંગ રોડ પર અર્જુન પાર્ક પાસે સફાઈ કામ માટે ગયા હતા. દરમિયાન અહીં રહેતા સિદ્ધાર્થ કિયાડાના બંગલામાં ભોં ટાંકામાં વાલ્વ બધં કરવાનો હોય જેથી યુવાનને વાલ્વ બધં કરવા કહ્યું હતું.યુવાન અહીં ભોં ટકામાં વાલ્વ બધં કરવા જતા અકસ્માતે પડી ગયો હતો યુવાન બહારના આવતા તે ટાંકામાં પડી ગયાનો ખ્યાલ આવતા તુરતં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં આવી રેસ્કયુ કરી યુવાનને બહાર કાઢો હતો. બાદમાં યુવાન તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે યુવાનને જોઈ તપાસી મૃત જાહેર કર્યેા હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસના સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech