ધ્રોલ નજીક થ્રેસરના પટ્ટામાં વાળ આવી જતા કિશોરીનું મોત

  • June 03, 2021 10:20 AM 

કિશોરી મશીન પાસે રમતા રમતા બનેલો બનાવ: અરેરાટી સાથે શોકની લાગણી

ધ્રોલ તાલુકાના ડાગરા ગામની સીમમાં રમતા રમતા એક કિશોરીનું મગફળી કાઢવાના ટ્રેક્ટરના ચાલુ થેસર ના પટામાં માથાના વાળ આવી જતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

મૂળ દાહોદની વતની અને હાલ ધ્રોલ તાલુકાના ડાંગરા સીમમાં રહેતી પાયલબેન મડિયાભાઈ ભુરીયા ઉમર વર્ષ 15 નામની કિશોરી ગઈકાલે ડાંગરા ગામની સીમમાં યોગેન્દ્રસિંહની વાડીએ રમતા રમતા મગફળી કાઢવાના ટેકટરના ચાલુ થેસરના પટ્ટામાં માથાના વાળ આવી જતા વાળ ખેંચાઇ જતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે તેણીના પિતા મૂળ દાહોદના ગરબાડા તાલુકાના ગાળા ફળિયું ખાતેના વતની અને હાલ ડાગરા સીમમાં રહેતા મડીયાભાઇ સીંગાભાઈ ભુરીયા દ્વારા પોલીસમાં જાણ કરાતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, કિશોરીના મૃત્યુથી અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS