મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના મૂળ રહીશ કારીબેન વિકાસભાઈ ડામોર નામની 19 વર્ષની મહિલા કે જે સગર્ભા હતી, તેમના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થતાં તેમના કરવામાં આવેલા ઓપરેશન બાદ શરીરમાં ઇન્ફેક્શન થઈ જતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાનો લગ્નગાળો એક વર્ષનો હતો. આ બનાવની જાણ મૃતકના પતિ વિકાસ રતનભાઈ ડામોર (ઉ.વ. 19) એ અહીંની પોલીસને કરી છે.
________________________________________________________________________
વાડીનાર નજીક ખાનગી કંપનીમાંથી બેટરીના સેલની ચોરી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલી એક કંપનીના ટાવર નજીકના ઇક્વિપમેન્ટ રૂમમાં રાખવામાં આવેલા રૂપિયા 5,000 ની કિંમતના બેટરીના 24 નંગ સેલ કોઈ તસ્કરો તાળા તોડીને ચોરી ગયા હોવાની ફરિયાદ હાલ જામનગર રહેતા કંપની કર્મચારી બસંતસિંહ મહેરાએ વાડીનાર પોલીસમાં નોંધાવી છે.
________________________________________________________________________
સલાયાના દરિયામાં માછીમારી કરતા શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા કાંઠા હાલ પાસે હાલ ચોમાસાના કારણે માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં આ અંગેના જાહેરનામાને અવગણીને પરવાનગી વગર માછીમારી બોટમાં માછીમારી કરવા ગયેલા શબીર અબ્બાસ સંઘાર, જુમા તાલબ ગજણ અને અસગર આલી ગંઢાર નામના ત્રણ શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
________________________________________________________________________
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયાના ગુંદમોરા વાડી વિસ્તારમાં રહેતા સંજય કારૂભાઈ હરિયાળી નામના 25 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech