જીવાપરમાં ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

  • September 15, 2021 10:58 AM 

કાલાવડના જીવાપર વાડી વિસ્તારમાં એક બાળકીને ઝેરી જનાવર કરડી જતા સારવાર લઇ જતા મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ કાલાવડ તાલુકાના જીવાપર ગામ વાડી વિસ્તાર ખાતે રહેતા રાકેશભાઈ ધાણકની સાત વરસની પુત્રી જ્યોતિ ગઈકાલે વાડીની ઓરડીમાં રમતી હોય ત્યારે અચાનક હાથની આંગળીમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા મોઢામાં ફીણ આવી જતાં સારવાર અર્થે કાલાવડ સીએચ સેન્ટર ખાતે લઈ જવામાં આવેલી ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ કાળુભાઈ ધાણક દ્વારા કાલાવડ પોલીસમાં કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS