ત્રંબાના પાસે હીટ એન્ડ રનમાં મહિકાના પ્રૌઢનું મોત

  • November 28, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકા પાસે રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં મહિકાના પ્રૌઢનો જીવ ગયો હતો.
બનાવ અંગે આજીડેમ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મહિકામાં રહેતાં અનોપસિંહ બહાદુરસિંહ રાઠોડ (ઉ.વ.50) આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે આવેલી કરૂણા ગોૈશાળામાં આઠેક દિવસ પહેલા જ ચોકીદારીની નોકરીમાં જોડાયા હોઇ રાતે ત્યાંથી પગપાળા મહિકા ઘરે જવા નીકળ્યા તે વખતે મહિકાના પેટ્રોલ પંપ પાસે કોઇ અજાણ્યો વાહનચાલક હડફેટે લેતા પ્રૌઢ ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.


અકસ્માતમાં મોતને ભેટનાર પ્રૌઢ ખેતી કરવા સાથે ચોકીદારીનું કામ કરતાં હતાં. ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે.અકસ્માતની આ ઘટના અંગે આજીડેમ પોલીસે અકસ્માત સજીર્ પ્રૌઢનું મોત નીપજાવી નાસી જનાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application