જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી: વિપક્ષી નેતા પરેશ ધાનાણી

  • May 15, 2021 01:04 PM 

જી.જી. હોસ્પિટલની મુલાકાત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળેલી વાસ્તવિકતાના પગલે આરોગ્ય તંત્ર સામે આક્ષેપ: ધારાસભ્ય વિક્રમ માડમ, ચિરાગ કાલરીયા, જીવણભાઇ કુંભરવડીયા, અલ્તાફ ખફી સહિતના આગેવાનો જોડાયા

જામનગર જિલ્લામાં કોરોનાની મહામારીમાં જિલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા સ્થાનિક આગેવાનો દ્વારા જી.જી. હોસ્પિટલના કોવીડ સેન્ટર તેમજ ધ્રોલ, લતીપર સહિતના સેન્ટરોની લીધેલી મુલાકાતમાં પ્રકાશમાં આવેલી વાસ્તવિકતાના પગલે તેઓએ મીડીયા સમક્ષ આરોગ્ય વિભાગ સંદર્ભે તેમની વેદના વ્યક્ત કરી હતી, વધુમાં લતીપર આરોગ્ય કેન્દ્રમાં અલીગઢના તાળા જોવા મળ્યા હોવાની બાબતો પણ જણાવી હતી.

જામનગરમાં કોરોનાની મહામારીની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે જામનગર આવેલા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્ય લલિત કગથરા એ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ચિરાગ કાલરીયા, જીવણભાઇ કુંભરવડીયા, જામ્યુકો વિપક્ષી નેતા અલ્તાફ ખફી, પૂર્વ નેતા અસલમ ખફી, પ્રદેશના સહારાબેન મકવાણા, દિગુભા જાડેજા સહિતના આગેવાનોની સાથે જામનગરની કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તેમજ દર્દીઓના વાલીઓને મળી વાસ્તવિકતાઓ અંગે ચચર્િ વિચારણાઓ કરી હતી.

આ ઉપરાંત જામનગરમાં જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને સંઝરી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શાળા નં. ર6 માં ચાલતા કોવીડ સેન્ટરની મુલાકાત લીધી હતી તેમજ તેઓએ ધ્રોલના લતીપર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી,  તેઓની આ મુલાકાત દરમ્યાન મીડીયાને આપેલી મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે, લતીપર ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મૃત્યુ થયા છે, તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા મા ગામ કોરોનામુક્ત ગામની વાતો કરે છે, એ વાતને લઇ હાસ્યસ્પદ રીતે લતીપર આરોગ્ય કેન્દ્ર બંધનો સંદર્ભ ટાકતા સરકાર સમક્ષ ટોણો માર્યો હતો.

જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્રમાં સબ સલામત હોવાના આરોગ્ય અધિકારી દાવા કરી રહ્યું છે, પરંતુ આવી અનેક ક્ષતિઓ આરોગ્ય વિભાગને ઘ્યાને આવતી નથી કે, પછી આંખ આડા કાન કરે છે ? અધૂરામાં પું કોરોનાની માહિતી આપવામાં પણ અધિકારીઓને અનેક વખત સંપર્ક સાધવા છતાં તેઓ ફાઇલોમાં વ્યસ્ત રહે છે, પરંતુ ઝીરો ગ્રાઉન્ડ કામગીરીમાં તેઓ અજાણ જ રહ્યા છે. અધિકારીઓ માત્ર કાગળ પર દશર્વિવામાં આવતી વિગતોથી વાકેફ હોવાની બાબતો વર્ણવી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જામનગર જિલ્લામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો કયર્િ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS