પોલીસ તંત્ર દોડતું થયું
જામનગરમાં કાલાવડ નાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા માતા-પુત્ર પર જૂની અદાવત નું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ હુમલો કરી દેતાં બંનેને ઇજાગ્રસ્ત અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ તંત્ર આ બનાવ બાદ દોડતું થયું છે, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા સાબેરા રફીકભાઇ મેમણ તથા મોઇન રફીકભાઇ મેમણ, જે બન્ને માતા-પુત્ર પર જૂની અદાવતને ખાર રાખીને સદામ ટકો, સાહિલ મોદી અને ઇનાયત પીંજારા નામના ત્રણ લુખ્ખા તત્વો દ્વારા ઘાતક હુમલો કરાયો હતો.
ત્યારબાદ માતા સાબેરા તથા પુત્ર મોઇન બન્ને ને સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, તેમજ હુમલા ના બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech