લાલપુર તાલુકાના ડબાસંગમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ

  • July 09, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લૈયારામાં સવા, મોટા વડાળા, ધુનડા, જાલીયા દેવાણીમાં પોણો ઇંચ: બાલંભા, જોડીયા, નવાગામ અને જામવાડીમાં અડધો ઇંચ: જામનગરમાં સવારે કેટલાક વિસ્તારોમાં ઝાપટા


અઠવાડીયું મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ ફરીથી હાલાર ઉપર હેત વરસાવાનું શ કરી દીધું છે, ગઇકાલે 15 જેટલા ગામડાઓમાં અડધાથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને લાલપુર તાલુકાના ડબાસંગમાં વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે અઢી ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી-પાણી થઇ ગયું હતું, એટલું જ નહીં લૈયારમાં સવા, મોટા વડાળા, ધુનડા, જાલીયા દેવાણીમાં પોણો ઇંચ, બાલંભા, જોડીયા, નવાગામ અને જામવાડીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે આજે સવારે 8:30 વાગ્યે જામનગરમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડયા હતાં.


લાલપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે લાલપુર પંથકમાં ડબાસંગ અને આજુબાજુ ધોધમાર વરસાદ વરસ્યો હતો, ગઇકાલે મોડી રાત્રે 1 થી 4 દરમ્યાન વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્‌યો હતો અને વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો, જોડીયા શહેરમાં પણ 9 મીમી વરસાદ વરસ્યો હતો, આ ઉપરાંત સુમરા, જાબીડા, ખેંગારકા, ખાખરા, રાજપર, ઇટાળા, જાયવા અને મોટા વાગુદડમાં વરસાદ વરસ્યો હતો.


જોડીયા તાલુકાના હડીયાણામાં 9 મીમી, બાલંભા 10, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 2, જાલીયા દેવાણી 15, લૈયારા 30, કાલાવડ તાલુકાના નિકાવા 5, ખરેડી 4, મોટા વડાળામાં 15, નવાગામ 10, જામજોધપુર તાલુકાના સમાણામાં 7, જામવાડી 12, ધુનડા 18, ધ્રાફા 8 અને પરડવામાં 5, જયારે લાલપુર તાલુકામાં પીપરટોડા 11, મોટા ખડબા 8, મોડપરમાં 7 મીમી વરસાદ પડયો છે તેમ ક્ધટ્રોલ મે જણાવ્યું છે.


મગફળી અને કપાસનું જોરદાર વાવેતર થઇ રહ્યું છે, ગામડાઓમાં વરસાદની પરંપરા ચાલું છે ત્યારે આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં વાદળો બંધાયા છે અને ફરીથી ધીમે-ધીમે ચોમાસાનો માહોલ શ થાય તેવી શકયતા છે. જો કે ગયા વખત કરતા આ વર્ષે હજુ સુધી ઓછો વરસાદ થયો છે તે પણ હકીકત છે. ગયા વર્ષે 23 દિવસમાં 66.89 ટકા વરસાદ થયો હતો જયારે આ વર્ષે હજુ માત્ર 23.85 ટકા વરસાદ થયો છે.


ગયા વર્ષે જામનગરમાં કુલ વરસાદ 849 મીમી અને આ વખતે જુલાઇ 9 સુધીમાં 136, જોડીયામાં 465 અને 2024માં 163, ધ્રોલમાં 466, 2024માં 101, કાલાવડમાં 427, 2024માં 221, લાલપુર 269, 2024માં 188, જામજોધપુરમાં 366 અને આ વખતે 243 મીમી વરસાદ પડયો છે એટલે કે આ વર્ષે હજુ 43.04 ટકા વરસાદની ધટ્ટ છે, 2024માં સૌથી વધુ ધ્રોલ તાલુકામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application