કચ્છ જિલ્લામાં રાત્રે 3 વાગ્યે આકાશમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજપુંજ જોવા મળ્યો હતો. સેકન્ડો માટે કાળી રાત અચાનક દિવસમાં ફરી ગઈ હોય તેવું જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. તારો તૂટ્યો કે ઉલ્કા પડી? જેવી ચર્ચા લોકોમાં શરૂ થઈ ગઈ હતી.
આકાશમાં કેટલીક ક્ષણો માટે તેજપુંજ દેખાયો
કચ્છ જિલ્લો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો છે. અહીં રણ, દરિયો અને ડુંગરનો સમન્વય છે અને કર્કવૃત્ત રેખા પણ પસાર થાય છે. આ સરહદી જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.
બે દાયકા પહેલાં ભચાઉમાં પણ આવી જ ઘટના બની હતી
ભચાઉમાં બે દાયકા પહેલાં સમી સાંજે ઉલ્કા પડવાની ઘટના નોંધાઈ હતી. આકાશમાં તેજપુંજના કારણે અંદાજીત 3 સેકન્ડ સુધી દિવસ ઊગી નીકળ્યો હતો. આ સમયે ઘડીભર માટે લોકોમાં ચિંતા જોવા મળી હતી. બાદમાં વહીવટી તંત્રની તપાસમાં ઉલ્કા પડવાની વાત બહાર આવી હતી. તે દરમિયાન ભચાઉના વંઢિયા અને લુણવા ગામે ઉલ્કા પડતા ઘરના નળિયા તૂટી ગયા હતા. જેને લઈ ભચાઉ પોલીસે સળગી ગયેલા કોલસા જેવા નમૂના હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મામલતદાર કચેરીએ મોકલ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિલા પોલીસકર્મી અને પતિના નિધન બાદ માસુમ પુત્રીને આર્થિક સહયોગ
April 19, 2025 12:17 PMજામનગર જિલ્લાના ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં ફ્રી પ્રવેશથી વંચિત
April 19, 2025 12:10 PMજામનગર-દ્વારકા જિલ્લાના ૩ ચીફ ઓફીસરની નિમણુંક કરાશે
April 19, 2025 12:07 PMભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMજામનગરમા કોર્પોરેટરનો અનોખો વિરોધ
April 19, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech