બેહના પાટીયા પાસે એક હીટાચી પાંચ ડમ્પર સહિત 4પ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
ખંભાળિયા પંથકમાં અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અહીંના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા અહીંના દ્વારકા હાઈવે પર ગેરકાયદેસર રીતે થતી મોરમ ચોરીમાં કુલ ા. 70 લાખ જેટલી કિંમતના વાહનો-મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કોઈ તત્વો દ્વારા સરકારી જમીનમાંથી ખનીજ (મોરમ)ની ચોરી થતી હોવા અંગેની માહિતી અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાને મળતા તેમના દ્વારા સ્થાનિક સ્ટાફને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા માર્ગ પરના વડત્રા ગામ પાસેના ઢાંઢાવાળા તળાવ પાસેથી હિટાચી વાહનની મદદથી ડમ્પર મારફતે ખનીજ (મોરામ) ચોરી થતી હોવાનું ખુલવા પામ્યું હતું.
આ કાર્યવાહીમાં આ સ્થળેથી એક હિટાચી તેમજ પાંચ ડમ્પર મળી આવ્યા હતા. જો કે ખનીજ ચોરો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ સમગ્ર બાબત અંગે પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા જરી કાર્યવાહી કરી અને અહીંના ભૂસ્તર વિભાગને વધુ તપાસ તેમજ કામગીરી અર્થે મુદ્દામાલ તેમજ રિપોર્ટ સુપ્રત કરાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં પણ અહીંના મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામેથી મોરમ ચોરીમાં જે.સી.બી., ટ્રેક્ટર સહિતનો ા. 18 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ પછી આજે વધુ એક કાર્યવાહીમાં એસ.ડી.એમ. તથા ટીમ દ્વારા આશરે રૂપિયા પોણો કરોડ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech