બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક ટીપ્પણીમાં જણાવ્યું હતું કે ક્રીને માત્ર તેના વૃદ્ધ સાસુ સસરાની માનસિક શાંતિ જાળવવા માટે તેના ઘરમાંથી કાઢી મુકી શકાતી નથી અથવા ઘરવિહોણી કરી શકાતી નથી. જસ્ટિસ સંદીપ માર્નેની બેંચ એક મહિલા દ્રારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં માતા–પિતા અને વરિ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ હેઠળ રચાયેલા મેન્ટેનન્સ ટિ્રબ્યુનલ દ્રારા પસાર કરાયેલા આદેશને પડકારવામાં આવ્યો હતો.
મહિલાએ તેની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેના પતિ દ્રારા તેના માતા–પિતા સાથે મળીને તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે મેઇન્ટેનન્સ ટિ્રબ્યુનલનો દુપયોગ કરવામાં આવી રહ્યો છે. ખંડપીઠે સ્પષ્ટ્ર કયુ હતું કે વરિ નાગરિકો માનસિક શાંતિ સાથે જીવવાનો હકદાર છે, પરંતુ તેઓ તેમના અધિકારોનો ઉપયોગ એવી રીતે કરી શકતા નથી કે જે ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ મહિલાના અધિકારોનું ઉલ્લંઘન કરે.
આ બાબત પર પ્રકાશ ફેંકતા કોર્ટે કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે વરિ નાગરિકો પુત્રવધૂ અને તેના પતિ વચ્ચેના વૈવાહિક વિખવાદને કારણે કોઈપણ ખલેલ વિના તેમના ઘરમાં શાંતિથી રહેવા માટે હકદાર છે. પરંતુ તે જ સમયે, વરિ નાગરિક અધિનિયમ હેઠળની કલમ નો ઉપયોગ ઘરેલુ હિંસા અધિનિયમની કલમ ૧૭ હેઠળ મહિલાના અધિકારોને હરાવવાના હેતુ માટે કરી શકાતો નથી.
હકીકતમાં, અરજદાર અને તેના પતિએ ૧૯૯૭ માં લ કર્યા હતા અને તે ઘરમાં રહેતા હતા જે તેની સાસુના નામે હતું. પતિ–પત્ની વચ્ચેના કેટલાક વૈવાહિક વિખવાદ વચ્ચે, મેન્ટેનન્સ ટિ્રબ્યુનલે ૨૦૨૩ માં એક આદેશ પસાર કર્યેા હતો જેમાં દંપતીને લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, અરજદારના પતિએ ઘર ખાલી કયુ ન હતું અને મેન્ટેનન્સ ટિ્રબ્યુનલના આદેશને પણ પડકાર્યેા ન હતો. તેણે તેના માતાપિતા સાથે રહેવાનું ચાલુ રાખ્યું. આનાથી કોર્ટને ખાતરી થઈ કે મહિલાના સાસરિયાઓ દ્રારા શ કરવામાં આવેલી ઘર ખાલી કરાવવાની કાર્યવાહી માત્ર તેને ઘરમાંથી કાઢી મૂકવાનું ષડયત્રં હતું
કોર્ટે કહ્યું, 'તેની પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી. તેથી, વરિ નાગરિકોની માનસિક શાંતિ સુનિશ્ચિત કરવા માટે, તેમને બેઘર બનાવી શકાય નહીં. હાઈકોર્ટે ટિ્રબ્યુનલના હકાલપટ્ટીના આદેશને બાજુ પર રાખ્યો અને એ પણ નોંધ્યું કે અરજદાર–મહિલા દ્રારા ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ સહિયારા રહેઠાણમાં રહેવાના અધિકાર માટે દાખલ કરવામાં આવેલી અરજી હજુ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ છે. તેથી હાઈકોર્ટે મેજિસ્ટ્રેટને મહિલાની અરજીનો ઝડપથી નિકાલ કરવાનો આદેશ પણ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech