BREAKING NEWS

જસદણના વેરાવળમાં સાસરિયાના ત્રાસથી પુત્રવધૂએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યેા'તો

  • June 02, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કસુવાવડ થતાં લોહી વહ્યું પણ નિર્દય સસરાએ દવાખાને જવા ન દીધી, પરિણીતા આખી રાત કણસતી રહી, પતિ પણ મારકૂટ કરતો: પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધ્ય


જસદણના વેરાવળ ગામે પરિણીતાએ અઠવાડિયા પૂર્વે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે પરિણીતાના પતિ સહિતના સાસારીયા સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધાયો છે.
પ્રા વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ફુલઝર ગામના વતની અને હાલ રાજકોટ શહેરના કોઠારીયા ગામ પાસે રહેતા પ્રૌઢ પશુપાલક પુનાભાઈ શીવાભાઈ ડાભી(ઉ.વ.૫૫) એ આરોપી તરીકે જમાઈ કિશન દેહાભાઈ કોબીયા અને દેહા દાનાભાઈ કોબીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. જેમાં દિકરી કાજલના લ આશરે બે વર્ષ પહેલા જસદણના વેરાવળ(ભા.) ગામે રહેતા દેહાભાઈ દાનાભાઈ કોબીયાના દિકરા કિશન સાથે થયા હતાં.
પ્રૌઢે જણાવ્યું હતું કે, ગત તા.૨૩૦૫૨૦૨૬ ના રોજ સવારના સાત વાગ્યે પુત્ર અંકિતના ઘરે રાજકોટ હતા. ત્યારે પત્નીના મોબાઈલ પર જમાઈ કિશનનો ફોન આવ્યો હતો. જે ફોન ઉપાડતા હત્પ કિશનના કાકાનો દિકરો બોલુ છુ અને તમારી દિકરી કાજલે રાત્રે ગળાફાંસો ખાઈ લીધેલ છે, જેથી તમે આવો. જે બાદ જમાઈને ફોન કરી બનાવની ખરાઈ હતી અને બાદમાં કાજલે ભરેલા પગલાંનું કારણ પૂછતાં જમાઈએ ફોન કાપી નાખ્યો હતો. બાદ પ્રૌઢ તથા પત્ની, દીકરી–જમાઈ અને મારો સાળો બધા વેરાવળ(ભા.) ગામે દોડી ગયા હતા. ત્યાં પહોંચતા મારી કાજલ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, દીકરીના પીઠમાં લાલ ચાંભા જોવા મળ્યા હતા.જેથી દિકરી સાથે સાસરિયાએ મારકૂટ કર્યાની શંકા ઉભી થઇ હતી. બાદ વેવાઈને બનાવ બાબતે પુછતા તેણે પણ કઈં જણાવેલ ન હતું. મામલામાં પોલીસને જાણ કરવા કહેતા કોઈએ પોલીસને પણ જાણ કરી ન હતી. બાદ પ્રૌઢના સાળા સંજયભાઈ એધાણીએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. જે તબીબી ટીમે મારી દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી. બાદમાં તબીબી ટીમે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી હતી. બાદમાં પુત્રીનો મૃતદેહ તંત્રએ સોંપતા અંતિમ સંસ્કાર કર્યા હતા.
વધુમાં પ્રૌઢે જણાવ્યું હતું કે, તેમની દિકરી કાજલને જમાઈ કિશન સાથે ઘરકામ તથા ખેતી કામ બાબતે અવાર–નવાર ઝઘડાઓ થતાં હોય જમાઈ શારિરીક–માનસિક દુ:ખ – ત્રાસ આપતા હતા તેવુ મારી દિકરી કાજલ ઘરે આટો મારવા આવે ત્યારે વાત કરતી હતી અને ફોનમા પણ જણાવતી હતી. આજથી આશરે વીસેક દિવસ પહેલા બે મહીનાનો ગર્ભ હોય અને રાત્રીના લોહી પડવા લાગતા કસુવાવડ થયેલ હતું. બાદમાં તેના સસરા દેહાભાઈએ પુત્રીને રાત્રે દવાખાને લઈ જવાની ના પાડી દીધેલ હતી. લોહી બધં ન થતા સવારે ૧૦૮ એમ્બ્યુલન્સમા ભાડલા સારવારમાં લઈ ગયેલ હતા. દિકરીને જમાઈ કિશનભાઈ દેહાભાઈ કોબીયા તથા તેના સસરાં દેહાભાઈ દાનાભાઈ કોબીયા મેણા–ટોણા મારી અવાર –નવાર ઝઘડાઓ કરી શારિરીક–માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા. જે ત્રાસથી કંટાળી પુત્રીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
સમગ્ર મામલે ભાડલા પોલીસે મૃતક પરિણીતાના પતિ અને સસરા વિદ્ધ મરવા મજબુર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application