ધૂમ્રપાન કે દારૂથી જોજનો દુર: આ છે અનિલનો ફિટનેસ મંત્ર
દિગ્ગજ ફિલ્મ અભિનેતા અનિલ કપૂર તેમની ફિટનેસ ના લીધે જાણીતા છે, જેના માટે તે સખત ડાઇટ ફોલો કરે છે. ધૂમ્રપાન કે દારૂથી જોજનો દુર જ રહે છે. તેમને તેની ફિટનેસને લઈને અવાર-નવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક વ્યક્તિ તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે. આ દરમિયાન અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂરે પોતે ખુલાસો કર્યો છે કે તેના પિતા આટલા ફિટ કેવી રીતે રહે છે?
અનિલ કપૂર હવે 68 વર્ષના છે પરંતુ તેમની ફિટનેસ પરથી તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અનિલ કપૂરને વારંવાર આ સવાલ પૂછવામાં આવે છે કે તે આટલો ફિટ કેવી રીતે છે? હવે તેની પુત્રી સોનમ કપૂરે પોતે તેના પિતાની ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું છે. આ સાથે તેણે તેના કાકા બોની કપૂર અને સંજય કપૂરનો પણ ઉલ્લેખ કર્યો છે.
સોનમે પિતા અને કાકા વિશે કરી વાત
એક ઈન્ટરવ્યુમાં સોનમને અનિલ કપૂરની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં તેણે કહ્યું કે, અનિલ કપૂર ન તો દારૂ પીવે છે કે ન તો ધૂમ્રપાન કરે છે. સોનમના કહેવા પ્રમાણે અનિલ કપૂર એવું કંઈ નથી કરતા જેનાથી તેના શરીરને કોઈ નુકસાન થાય. વાતચીત દરમિયાન સોનમ કપૂરે તેના કાકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે બોની કપૂર વિશે કહ્યું- ‘બોની કાકાને સુખી જીવન જીવવું ગમે છે. તેને ખાવા-પીવાનો ખૂબ જ શોખ છે.
સોનમ કપૂરે શું કહ્યું?
ઈન્ટરવ્યુમાં સોનમ કપૂરે જણાવ્યું કે, જ્યારે તેના પિતા સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે, તો સંજય કપૂર સાધારણ જીવન જીવે છે. સોનમે આગળ કહ્યું- ‘સંજય કાકા વચ્ચેના છે, પરંતુ ત્રણેય ખૂબ જ સ્વસ્થ અને સારા દેખાઈ રહ્યા છે.’ સોનમે અનિલ કપૂરની ફિટનેસનો શ્રેય પણ તેની માતાને આપ્યો છે. તેણે કહ્યું કે, પિતા ક્યારેક-ક્યારેક ભટકી જાય છે, પરંતુ માતા તેને ઈન્ડિયન વાઈફની જેમ ઠપકો આપીને કંટ્રોલ કરે છે.
અનિલ કપૂરની લેટેસ્ટ ફિલ્મ
અનિલ કપૂરના લેટેસ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં ‘ફાઈટર’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેણે રણબીર કપૂરની ‘એનિમલ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. આ મુવીમાં વર્લ્ડવાઈડ અંદાજે 915 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘ફાઇટર’માં અનિલ કપૂર સાથે દીપિકા પાદુકોણ અને રિતિક રોશન લીડ રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે સોનમ કપૂર છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં જોવા મળી હતી. આ મુવીમાં તેણે એક કેરેક્ટર ભજવ્યું છે જે જોઈ શકતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech