રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા ડો.દસ્તુર માર્ગના છેડે એસ્ટ્રોન નાલાને સમાંતર અન્ડર પાસના પ્રોજેકટનું આજથી એક વર્ષ પૂર્વે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારે ખાતમુહર્તની સાથે ફોટોસેશન થઇ ગયા પછી આજ દિવસ સુધીમાં આ પ્રોજેકટ એક ઈંચ પણ આગળ વધ્યો નથી.
એસ્ટ્રોન નાલા અને સરદાર નગર મેઇન રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સમાંતર જ એક અંડર પાસ મળી રહે તેવા હેતુથી રાજમંદિર ફાસ્ટ ફડ વાળી શેરી યાં આગળ પૂર્ણ થાય છે ત્યાં આગળ અન્ડર પાસનો પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ માટે રેલવે તંત્રમાં પ્રથમ તબક્કામાં જ .૨.૭૯ કરોડ ચુકવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ મહાપાલિકા અને રેલવે તત્રં વચ્ચે સંકલનના અભાવે આ પ્રોજેકટ આગળ ધપતો નથી અને બીજીબાજુ ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધી રહી છે.
અન્ડર પાસનો આ પ્રોજેકટએ ડિપોઝિટરી વર્ક છે જેમાં મહાપાલિકા તંત્રએ ફકત રેલવેને નાણા ચુકવી દેવાના રહેશે અને ત્યારબાદની સમગ્ર કામગીરી રેલવે તંત્રએ કરવાની રહે છે. ખાતમુહર્તેા વેળાએ ૨.૭૯ કરોડની રકમ ચુકવ્યા બાદ તાજેતરમાં રેલવે તંત્રએ કરેલી માંગણી અનુસારની વધુ પિયા એક કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રોજેકટનું કામ આગળ ધપ્યું નથી.
દરમિયાન અંગે દસ્તુર માર્ગ અન્ડર પાસ પ્રોજેકટના ઇન્ચાર્જ મ્યુનિ.સીટી એન્જિનિયર અતુલ રાવલનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં રેલવે કરેલી માંગણી મુજબની વધારાની રકમ ચૂકવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે તેથી હવે ટૂંક સમયમાં કામ શ થઇ જશે. જોકે કયારથી કામ શ થશે તેની તો હજુ સુધી તેમને પણ જાણ નહીં હોવાનું તેમણે ઉમેયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech