કોર્પોરેશનમાં નવ કર્મચારીઓની બદલી થતા ઘેરો વિવાદ

  • May 11, 2021 01:00 PM 

એસ્ટા શાખામાંથી મહિલા કર્મચારીની અન્યત્ર બદલી થતા ચિફ એકાઉન્ટન્ટ રિસાયા : નવા પીઆરઓ તરીકે મણીલાલ સોલંકીની વરણી : કેટલાક કર્મચારીઓ 15 વર્ષથી ઉપર એક ખાતામાં કામ કરે છે તેની બદલી કેમ થતી નથી કર્મચારીઓમાં ઉઠતો પ્રશ્ર્ન

જામનગર કોર્પોરેશનમાં મ્યુ. કમિશ્ર્નરે નવ કર્મચારીઓની બદલી કરતા કેટલીક બદલીઓ સામે ઘેરો વિવાદ શ થયો છે, ખાસ કરીને એસ્ટા શાખામાંથી એક મહિલા કર્મચારીની બદલી થતા ચિફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મલ રિસાઇ ગયા છે,  એટલુ જ નહીં લાંબા સમય બાદ પીઆરઓ તરીકે વરણી કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ 15-15 વર્ષથી વધુ સમયથી કેટલાક ખાતાઓમાં ચિપકી રહેલા કર્મચારીઓની શા માટે બદલી કરવામાં આવતી નથી તે અંગે પણ અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.

ગઇકાલે મ્યુ. કમિશ્ર્નરે પીઆરઓ તરીકે મણીલાલ સોલંકીની નિમણુંક કરી છે ઉપરાંત વસંતભાઇ ભદ્રા, કિશોર ખીમસુરીયા, વિભુતી ધોળકીયા, મકસુદ ઘાંચી સહિતના કર્મચારીઓની બદલી કરી છે પરંતુ એસ્ટા શાખાના મહિલા અધિકારી રાજેશ્રીબેન વારીયાની બદલી કરવામાં આવતા ચિફ એકાઉન્ટન્ટ અને પગાર તેમજ પેન્શનનો પોર્ટફોલીયો સંભાળતા જીજ્ઞેશ નિર્મલ નારાજ થઇ ગયા હતા, તેમના કહેવા મુજબ એસ્ટા બ્રાંચમાં આ પાંચમી બદલી છે, આ ખાતામાં કામગીરી જટીલ હોય છે, સર્વિસ બુક, પગારબીલ, એરીયસની કામગીરી કરવાની હોય છે, દરેક લોકોને સ્વીકારવાનું સંભવ નથી ત્યારબાદ જીજ્ઞેશ નિર્મલે મ્યુ. કમિશ્ર્નરને પણ વિનંતી કરીને તેમને આ વિભાગમાંથી મુકત કરવાની રજુઆત કરી હોવાનુ પણ જાણવા મળે છે.

બીજી તરફ એવી વિગત જાણવા મળી છે કે કેટલાક વર્ષોથી વોટરવર્કસ, ભુગર્ભ ગટર, તેમજ અન્ય શાખામા વર્ષોથી કેટલાક કર્મચારીઓ ચિટકીને નોકરી કરી રહયા છે તો તેની સામે કેમ બદલીનો દંડો ઉગામાતો નથી, અમુક કર્મચારીઓ માત્ર થોડો સમય આવીને ચાલ્યા જાય છે, તેઓ સામે પણ કોઇ પગલા લેવામાં આવતા નથી માટે વર્ષોથી એક જ જગ્યાએ કામ કરતા કર્મચારીની બદલી કરવામાં કયો ગ્રહ નડે છે તે સમજાતુ નથી, પીઆરો શાખામાં એક કર્મચારીની કાયમી નિમણુંક કરીને તેમને સ્વતંત્ર હવાલો આપવાની જરુર છે.

મ્યુ. કમિશ્ર્નરે છેલ્લા દસ વર્ષથી ઉપર કેટલાક કર્મચારીઓ કઇ કઇ શાખામાં કામ કરે છે તેનું લીસ્ટ મંગાવવું જોઇએ અને શા માટે આટલા વર્ષથી તેની બદલી થઇ નથી ? કોણ તેને બચાવી રહયું છે આ અંગે પણ તેઓએ જાણકારી મેળવીને પેધી ગયેલા કર્મચારીઓની તાબડતોબ બદલી કરી નાખવી જોઇએ તેમ કર્મચારીઓમાં ચચર્ઇિ રહયું છે જો કે ગઇકાલની બદલી બાદ કોર્પોરેશનમાં અનેક તર્ક વિતર્ક થઇ રહયા છે. અને હવે ચિફ એકાઉન્ટન્ટની માંગણી છતા પણ થઇ ગયેલી બદલી રદ નહી કરાય તેમ પણ ઉચ્ચ વર્તુળોમાંથી જાણવા મળે છે. આમ હવે ચિફ એકાઉન્ટન્ટને મળેલી સત્તા ઉપર થોડો અંકુશ રાખવાનો પણ પ્રયત્ન થઇ રહયો હોવાનું પણ જાણકારોનું કહેવું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)