વારસો એક એવો અદ્રત્પત શબ્દ છે જેને આપણે ભૂતકાળમાંથી મેળવીએ છીએ, વર્તમાનમાં જીવીએ છીએ અને ભવિષ્યની પેઢીઓને આપીએ છીએ, વિશ્વ વારસો દિવસ ની ઉજવણી અંતર્ગત રાજકુમાર કોલેજના વિધાર્થીઓને રાજકોટ દરબારગઢ સ્થિત મ્યુઝિયમ ખાતે આવકારતાં મ્યુઝિયમ કયુરેટર અને વિયુઅલ પ્રોજેકટ કોઓર્ડિનેટર મહિમા ચંપાવતે વધુમાં જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ ૧૮ એપ્રિલના રોજ ઉજવવામાં આવતો વિશ્વ વારસો દિવસ એ સમગ્ર માનવજાતને સાંસ્કૃતિક સ્મારકો અને વારસા સ્થળોનું રક્ષણ કરવાની જરિયાતની વૈશ્વિક યાદ અપાવે છે એટલું જ નહીં પરંતુ વિશ્વભરના સમુદાયોને માનવતાની મૂલ્યવાન વ્યાખ્યાયિત કરતી વિવિધ ઓળખ, વાર્તાઓ ઉપરાંત અભિવ્યકિતઓની કદર કરવા અને તેનું રક્ષણ કરવા માટેની પ્રેરણા પણ પુરી પાડે છે.
રાજકુમાર કોલેજના અંજુ સિંહ અને બાસુજીતજીના નેતૃત્વ તળે પધારેલાં મુલાકાતી વિધાર્થીઓનું ઉષ્માભયુ સ્વાગત કર્યા પછી વિવિધ ગેલેરીઓ અને મહેલ કેમ્પસમાં એક કયુરેટેડ વોક દરમિયાન સાંસ્કૃતિક વારસાને જાળવવામાં, તેનું પુન:સ્થાપન કરવામાં સંરક્ષણ અને સંગ્રહાલય ડિઝાઇનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર્રના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવતાં અને આપણાં સમૃદ્ધ ઇતિહાસના ગૌરવશાળી પુરાવા સમાન દરબારગઢ મહેલ રાજકોટ નગર, રાજકોટનો રાજવી વંશ, સ્થાપત્ય વારસો અને સાંસ્કૃતિક પરંપરાઓના અનોખા મિશ્રણ સાથે રાજાશાહી યુગની શાસન વ્યવસ્થાની ભવ્યતાથી શ કરીને સ્વતંત્રતા ચળવળની મહત્વપૂર્ણ ક્ષણો સુધીના એક જીવતં સંગ્રહાલયના માધ્યમથી ઐતિહાસિક ઇમારતો શહેર તથા પ્રદેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને માનવીય અભિગમ દ્રારા એકબીજા સાથે અનુબંધિત કરવામાં કેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે તે દિશામાં વિધાર્થીઓએ ઉડાણપૂર્વકની વિગતો મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાયના પ્રજાવત્સલ શાસકનું ઐતિહાસિક રાજવંશીય નિવાસસ્થાન દરબારગઢ પેલેસ એક ઉત્તમ કક્ષાના પરિવર્તનશીલ પુનત્થાનમાંથી પસાર થઈ રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં જાહેર સંગ્રહાલય તરીકે તેનાં ભવ્ય દ્રાર ખોલવાની પૂર્વતૈયારી કરી રહ્યું છે. રાજકોટ ઠાકોર મંધાતાસિંહ જાડેજા, યુવરાજ જયદીપસિંહ જાડેજા અને રાજવી પરિવારના સભ્યોના સીધા નેતૃત્વ હેઠળ મ્યુઝિયમ ડિઝાઇનર અને દિલ્હી સ્થિત વિશ્વ વિખ્યાત સંસ્થા દ્રોણાના સ્થાપક શિખા જૈન, સંરક્ષણ આર્કિટેકટસ આશિષજી અને પૂનમ ત્રામાવડિયા, સ્મારક ઇમારતોનાં વ્યવસ્થાપન, સંરક્ષણ અને બાંધકામ નિષ્ણાતં પ્રદિત્યસિંહ વાલા, સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટસ ચેતન રાયકર, સ્વાનદં રાયકર, સુનિલ ગાંધી, મ્યુઝિયમ કયુરેટર અને વિયુઅલ પ્રોજેકટ કોઓર્ડિનેટર મહિમા ચંપાવત અને મુખ્ય કલા સંરક્ષક મણિકંદનની ટીમ અવિરત કાર્યરત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech