વિજરખી નજીક બસે બાઇકને ઠોકર મારતા દપંતિ અને માસૂમ પુત્રના મોત

  • April 01, 2021 08:22 PM 

જસાપર ગામે માતાજીના દર્શને જતાં મોટા થાવરીયાથી આગળ કાળ ભેટયો: ખાનગી બસ ચાલક સામે ફરિયાદ, અરેરાટી સાથે શોકની લાગણી

જામનગર - કાલાવડ હાઇવે મોટા થાવરીયા ગામથી આગળ વીજરખી નજીક ગઈકાલે બપોરે ખાનગી બસના ચાલકે બેફીકરાઈથી ચલાવીને બાઇકને ઠોકર મારી હતી આ અકસ્માતમાં પતિ-પત્ની અને માસૂમ પુત્ર ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી, જસાપર ગામે માતાજીના દર્શને જતા રસ્તામાં કાળ ભેટી ગયો હતો.આ બનાવ અંગે ખાનગી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટનાસ્થળે, હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકામાં રહેતા દિનેશભાઈ મગનભાઈ વાઘેલા ઉમર વર્ષ ૩૫, તેમના પત્ની અમુબેન ઉંમર વર્ષ 33 અને છ મહિનાનો પુત્ર ખોડુ ત્રણેય જણા મોટરસાયકલ નંબર સીડી ડોન જી જે 03 એએન 1359 માં બેસીને જસાપર માતાજીના દર્શને જતા હતા.

એ દરમિયાન ગઇકાલે બપોરે જામનગર કાલાવડ હાઇવે રોડ આઇઓસી પમ્પ સ્ટેશનથી આગળ થાવરીયા ગામ તરફ જતાં ઈટોના ભઠ્ઠા પાસેના રોડ પર પહોંચતા સામેથી આવતી ખાનગી બસના ચાલકે પૂરઝડપે બેફિકરાઈથી ગફલત ભરી રીતે ચલાવીને બાઇકને ઠોકર મારી હતી.

ખાનગી બસના ચાલકે મોટરસાઈકલને અડફેટે લઇ ત્રણેયને રોડ પર પછાડી દેતા શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી દંપતી અને માસૂમ પુત્ર ત્રણેયના મોત નિપજ્યા હતા.

દરમિયાનમાં અંગેની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ ટુકડી દોડી ગઇ હતી, બનાવ સબબ જસાપર ગામના મહાકાળી નગરમાં રહેતા અને શાકભાજીનું ધંધો કરતા મૃતકના ભાઇ જીવરાજ મગનભાઈ વાઘેલા દ્વારા પંચકોશી એ ડિવિઝનમાં ખાનગી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ વાળા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્રણેયના મૃત્યુ નિપજતા ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈવે પર ગમખ્વાર અકસ્માતો બનાવો વધી રહ્યા છે, ગઈકાલે વધુ એક ગંભીર બનાવ બહાર આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS