પોરબંદર ઉપર ટૌકતે વાવાઝોડાનો ખતરો: 8 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું

  • May 17, 2021 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અરબી સમુદ્રમાં સર્જાયેલ ટૌકતે વાવાઝોડાએ ગંભીર સ્વપ ધારણ કર્યુ છે ત્યારે પોરબંદરમાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્‌યો છે પરંતુ સમુદ્રમાં ખાસ કોઇ હીલચાલ જોવા મળી નથી. 8 નંબરનું ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. 
અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ટૌકતે વાવાઝોડાએ પોરબંદર તરફ આગેકૂચ કરી છે ત્યારે સંભવત: સોમવારે મોડી રાત્રે શ થનાર વાવાઝોડાના ભયની અસર મંગળવાર સુધી પોરબંદર ઉપર દેખાશે ત્યારે એકબાજુ કોરોનાનો કહેર તો બીજીબાજુ વાવાઝોડાના ખતરાએ પોરબંદરવાસીઓને સ્તબ્ધ કરી દીધા છે. હાલ આ વાવાઝોડું ર0 કી.મી.ની ઝડપે આગેકુચ કરી રહ્યું છે બંદર ઉપર પણ ચાર નંબરનું સિગ્નલ હતું તેને દુર કરીને 8 નંબરનું અતિભયજનક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. માછીમારોએ તેમની બોટો જુનાબંદરમાં સલામત સ્થળે બાંધી દીધી છે. પોરબંદરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને હવામાનમાં પલ્ટો આવ્‌યો હતો તથા 4 વાગ્યાના સુમારે વરસાદ વરસવાનો શ થયો હતો અને જોતજોતામાં ગાજવિજ સાથે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો. જો કે, ત્યારબાદ સ્થિતિ કાબુમાં હોય તે મેઘરાજા ગાયબ થઇ ગયા હતા. મોડી સાંજે પણ સમુદ્રમાં ખાસ કોઇ કરંટ જોવા મળ્યો નથી.
પોરબંદરમાં રાત્રે 3 વાગ્યે આવ્યો ભુકંપનો આંચકો
એકબાજુ પોરબંદર તરફ વાવાઝોડું આગેકૂચ કરી રહ્યું છે તો બીજી તરફ ગઇકાલે રાત્રે વાવાઝોડા વચ્ચે સમુદ્ર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભુકંપના આંચકા જોવા મળ્યા હતા જેમાં પોરબંદરમાં રાત્રે 3:08 મીનીટે ભુકંપનો આંચકો આવ્‌યો હતો. ઉના, ગીરસોમનાથ અને દિવમાં પણ 4.8ની તિવ્રતાવાળા આંચકા નોંધાયા હતા.


પોરબંદરમાં વાવાઝોડા સમયે નેતાઓ ખડેપગે 
રાજય સરકાર દ્વારા અપાયેલી સુચના મુજબ ટૌકતે વાવાઝોડા અનુસંધાને પોરબંદર ઉપર વધુ ખતરો છે ત્‌યારે નેતાઓ પણ ખડેપગે પોરબંદર પહોંચી રહ્યા છે. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા બપોર બાદ પોરબંદર આવી પહોંચ્યા હતા. તો જેને જીલ્લાની વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઇ છે તેવા મંત્રી જયેશ રાદડીયા પોરબંદર આવી પહોંચ્યા છે. તે ઉપરાંત ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, સાંસદ રમેશ ધડુક વગેરે પણ ખડેપગે હાજર છે. સંભવિત: વાવાઝોડા સામે નોડલ ઓફીસર તરીકે જુદા-જુદા અધિકારીઓને ત્રણેય તાલુકાઓમાં જવાબદારીઓ સોંપાઇ ગઇ છે.


પોરબંદર-અમદાવાદ ફલાઇટ ર0 મે સુધી બંધ રહેતા એરપોર્ટ પણ બંધ થયું!
પોરબંદર થી અમદાવાદ જવા માટેની એકમાત્ર ફલાઇટને વાવાઝોડાની પરિસ્થિતિ અનુસંધાને તા. 20 મે સુધી બંધ કરી દેવામાં આવી છે. જેથી એકમાત્ર ફલાઇટ પણ બંધ થઇ ગઇ હોવાને કારણે એરપોર્ટ પણ ર0 મે સુધી બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS