સાવરકુંડલામાંથી પસાર થતાં હાઇ-વેમાં મસમોટા ગાબડાંથી અકસ્માતનો ભય

  • August 29, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ઉદ્ઘાટીત થયેલા આ બાયપાસ ઉપર થી ખૂબ જ મોટી સંખ્યામાં હેવી લોડેડ કન્ટેનરો પસાર થાય છે.આ અમરેલી, પીપાવાવ પોર્ટ, કોવાયા, રાજુલા, જાફરાબાદ, મહુવા તરફ જતા બાયપાસની હાલત અત્યંત દયનિય છે. આ રોડ હેવી વેહિકલ માટે જ ખાસ બનેલો છે એટલે સ્વાભાવિક રીતે તેની સ્ટ્રક્ચર ડિઝાઇન એ પ્રમાણેની મજબૂત બેઇઝ વાળી જ હોય પરંતુ ફક્ત કાગળ ઉપર જ લાગે છે વાસ્તવિક નહીં એટલે અમુક અમુક જગ્યાએ ગોળના ભીલા ની જેમ ડામર સહિતના રોડનું મટીરીયલ બંને સાઈડમાં ઢગલા થઈ ગયેલ દેખાય છે.જ્યારે જ્યારે મીડિયામાં અહેવાલો ચમકે એટલે અધિકારીઓ દોડીને કાંકરી કે કફસા કે માટી થી બુરી નાખે. બે દિવસ થાય એટલે ત્યાંથી તમામ મટીરીયલ ખસી રોડની સાઈડમાં ચાલી જાય અને ખાડો હતો, ત્યાં ને ત્યાં ખરેખર તો આવી પહોંચી નરમ જગ્યાઓ સિલેક્ટ કરી ત્યાં ત્રણેક ફૂટ ખોદકામ કરી અંદર મોટા પથ્થરો નાખી રોડ રોલર કે હવે તો આધુનિક પ્રેશર વાળા આવે છે, તેનાથી પ્રેસ કરી ઉપરથી ડામર નાખવો જોઈએ તો જ લાંબો સમય ટકે હવે આ વાત આપણને ખબર પડતી હોય તો જેમણે આ માટે સ્પેશિયલ અભ્યાસ કરેલો છે એવા સિવિલ એન્જિનિયર કક્ષાના અધિકારીઓને કેમ સમજાતું નહીં હોય..! અત્યાર સુધી આ બાયપાસ સ્ટેટ હાઇવે હેઠળ આવતો હતો. હવે આ બાયપાસ નેશનલ હાઈવે ઓથોરિટી ને સોંપવામાં આવ્યો છે ત્યારે આ બાબતે અમરેલી સ્થિત સેક્શન ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટીની સાથે વાત કરતા એમણે એવું જણાવ્યું કે હાલ ડામરના પ્લાન્ટ ચોમાસાની ઋતુને કારણે બંધ હોય છે એટલે ડામરને ઓગાળવો પડે અને તે માટે પેટ્રોલ જોઈએ જેના પૈસા અમારા ખાતા પાસે અત્યારે નથી આ માટે અમે સરકારમાં માંગણી કરી છે અને સરકાર તરફથી ગ્રાન્ટ મળશે પછી જ આ કામ હાથ ધરવામાં આવશે તેમનાથી ઉપરના અધિકારી એટલે કે નાયબ કાર્યપાલક ઇજનેર કે જેનું હેડ કવાર્ટર લીંબડી છે અને હાલ અમરેલીના ચાર્જમાં છે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરતા તેઓ ગાંધીનગર ખાતે મંત્રીઓ સાથે મિટિંગમાં બીઝી હતા હવે જમીની વાસ્તવિકતા એ છે કે હાલમાં જે આ મસ મોટા ખાડાઓ પુરવા જે કપચા નાખવામાં આવ્યા છે તેનાથી સમસ્યા ઉકેલવાને બદલે વધારે વણસી છે કારણ કે આ કપચા ના ઢગલા ઉપર ટુવિલર ચાલી જ ન શકે 
​​​​​​​
જીવલેણ અકસ્માતની શકયતા છે, એમ આ બાયપાસ ઉપર દરરોજ કાયમ માટે વોકિંગ કરતા ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઈ ખુમાણ ખૂબ જ રોષ સાથે જણાવે છે. બીજું કે અકસ્માત થઈ જાય અને કોઈનો જીવ જાય પછી જ બધા દોડે છે અને ત્યારબાદ જ આવા પ્રશ્નોના ઉકેલ આવે છે તો અગાઉ કેમ નહીં..?! તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારીછે કે આ સમસ્યા બાબતે છેલ્લા એકાદ મહિનાથી તમામ જવાબદાર અધિકારીઓનું સતત ઘ્યાન દોરવામાં આવેલ છે છતાં સમસ્યા ત્યાની ત્યાં જ છે માટે જો કોઈ નિર્દોષની જાનહાની આ ખાડાઓને કારણે થશે તો હાઇકોર્ટમાં જવાબદાર તમામ અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો પોતે ફરિયાદી બની દાખલ કરાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application