રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા એક પખવાડિયાથી કયાંય નોંધપાત્ર વરસાદ નથી. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨માંથી ૪૩ ડેમ મેઘરાજાના પહેલા રાઉન્ડમાં ઓવરલો થઇ ચુકયા છે પરંતુ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના ૩૯ ડેમ હજુ ખાલી છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ફકત બે ડેમમાં નવા નીરની સામાન્ય આવક નોંધાઇ છે જેમાં છાપરવાડી–૨માં ૦.૩૩ ફટ અને મચ્છુ–૨માં ૦.૦૩ ફટ પાણી આવ્યું છે.
રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ભાદર–૧, આજી–૧, સુરવો, ડોંડી, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી–૧, મોતીસર, ફાળદગં બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી–૧, છાપરવાડી–૨, ઇશ્વરીયા, કરમાળ, કરણુંકી, ઘેલો સોમનાથ, માલગઢ સહિતના ૧૯ ડેમ ખાલી છે.
મોરબી જિલ્લામાં મચ્છુ–૧, મચ્છુ–૨, ડેમી–૧, ડેમી–૨, ધોડાધ્રોઇ, બંગાવડી, બ્રાહ્મણી, બ્રાહ્મણી–૨, મચ્છુ–૩, ડેમી–૩ સહિતના નવ મોટા ડેમ ખાલી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા), વઢવાણ ભોગાવો–૨ (ધોળીધજા), લીંબડી ભોગાવો–૧, ફલકું, મોરસલ, સબુરી, ત્રિવેણી ઠાંગા, લીંબડી ભોગાવો–૨ (વડોદ), નીંભણી, ધારી સહિત ૧૦ ડેમ ખાલી છે.
અમરેલી જિલ્લાનો રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળનો સાંકરોલી ડેમ પણ ખાલી છે. ઉપરોકત મુજબ રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી ૩૯ ડેમ હજુ ખાલી છે અને તેમાંથી અમુક ડેમ તો હજુ અડધા પણ ભરાયા નથી. ચોમાસાના બે મહિના શ્રાવણ અને ભાદરવો હજુ બાકી છે ત્યારે સૌને સારા વરસાદની આશા છે. વરસાદના પહેલા રાઉન્ડમાં જે ૪૩ ડેમ ઓવરલો થયા તેમાંથી મોટાભાગના જામનગર, દ્રારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech