સતાપરમાં સંયુક્ત મકાનમાં રહેવાના મામલે ડખો, દંપતીને માર માર્યો

  • June 04, 2021 11:26 AM 

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં સંયુક્ત મકાનમાં રહેતી મહિલાઓ વચ્ચે ઝઘડો થયા બાદ ધોકા અને ઢીકાપાટુ વડે દંપતીને માર માર્યાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા કાંતિભાઈ કારાભાઈ રાઠોડ ઉમર વર્ષ 37 તથા આરોપીએ એકજ મકાનમાં સંયુક્ત રહેતા હોય અને મકાનમાં રહેવા બાબતે બે દિવસ પહેલા ફરિયાદીના પત્ની સાથે આરોપી મહિલાઓ ઝઘડો કરતા હોય દરમિયાનમાં આ આરોપીએ ધોકા વડે હુમલો કરીને ફરિયાદી પત્નીને માથામાં મારી ફૂટ જેવી ઈજા પહોંચાડી હતી તેમજ ચારેય આરોપીઓએ ફરિયાદી તથા ફરિયાદીના પત્ની ને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદ કરી હતી.

કાંતિભાઈ રાઠોડ દ્વારા આ બનાવ અંગે દિનેશ કારા રાઠોડ, લક્ષ્મીબેન દિનેશ રાઠોડ, જયશ્રીબેન દિનેશ રાઠોડ અને વિજયાબેન મેપા રાઠોડ ની વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS