લોકડાઉનમાં આ સેક્ટરમાં દરરોજનું રૂપિયા 2૩૦૦ કરોડનું નુકસાન

  • December 16, 2020 08:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસદની એક સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંકટના કારણે ફરજિયાત કરાયેલા લોકડાઉનમાં ઓટોમોબાઈલ  ઉદ્યોગમાં પ્રતિદિન રૂપિયા 2૩૦૦ કરોડનું નુકસાન થયું છે. આ ક્ષેત્રમાં અંદાજિત રૂપથી 3.45 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.  

 

વાણિજ્ય વિભાગ સાથે જોડાયેલ સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટમાં રાજ્યસભાના સભાપતિ એમ વૈકયા નાયડુને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ સંસદીય સમિતિના અધ્યક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સાંસદ કેશવરાવ છે. સમિતિએ પોતાના રિપોર્ટમાં કેટલાક સુચનો પણ કર્યા છે જેમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટે વર્તમાનમાં પહેલા કાયદાઓમાં સુધારણા કરવા નો ઉલ્લેખ કરાયો છે.

 

રાજ્યસભામાં રજૂ કરાયેલ રિપોર્ટ અનુસાર તમામ મૂળ ઉપકરણ નિર્માતાઓએ ઓછી માંગ અને ઉત્પાદનના કારણે પોતાના ઉત્પાદનમાં ૧૮ થી ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. રિપોર્ટ અનુસાર કોરોના મહામારીમાં 286 ઓટો ડીલરોએ પોતાના કામ હંમેશા માટે બંધ કર્યા છે. સાથે સાથે પ્રોડક્શનમાં ભારે ઘટાડાથી આ સેક્ટરમાં રોકાણકારોમાં પણ એક નેગેટિવિટી જોવા મળી છે. લોકડાઉનમાં એક દિવસનું રૂપિયા 2૩૦૦ કરોડનું નુકસાન આ ક્ષેત્રમાં ખમવાનો વારો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS