સોમનાથ મંદિરે મહાશિવરાત્રી નિમિતે સતત ૪૨ કલાક દાદાના દર્શન

  • March 05, 2021 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોતિર્લિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર પરમાત્મા શિવના મહાર્પવ મહાશિવરાત્રીની સાદાઈ છતાં પરંપરાગત પરંપરાઓ સાથે શિવમય વાતાવરણમાં ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.શિવરાત્રીના મહાપર્વ તા.૧૧ માર્ચના રોજ સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે સવારે ચાર વાગ્યે ખુલશે, જે બીજે દિવસે એટલે કે તા.૧૨માં રાત્રીના દસ વાગ્યે દર્શન બંધ થશે.

આમ સતત ૪૨ કલાક સુધી ભાવિકો દર્શન, પૂજા, અનુષ્ઠાન માટે ખુલ્લું રહેશે.સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ અંગેના કાર્યક્રમોને આખરી ઓપ આપી રહ્યા છે.મહાશિવરાત્રી મધ્યરાત્રીએ ૧૨.૩૦ કલાકે મહા આરતી ત્યારબાદ રાત્રે ૩.૩૦ અને સવારે ૫.૩૦, સવારે ૭, બપોરે ૧૨, સંધ્યા ૭ આરતી પણ રહેશે.સંજોગવસાત શિવરાત્રીની પાલખીયાત્રા કદાચ બંધ રહેવા સંભવ છે.ભોજન ભંડારાઓને વ્યવસ્થાના ભાગ‚પે ચોપાટી મેદાન ઉપર અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજનારાઓ માટે ઓડિટોરિયમમાં સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા ગોઠવાશે.ચાલુ વરસે ગિરનાર જૂનાગઢ શિવરાત્રી મેળો બંધ હોઈ સોમનાથ ખાતે માનવ મહેરામણ શિવદર્શન ઉમટવાની ધારણા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS