ઘોઘા-હજીરા રો-રો ફેરીમાં ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક પકડી દારૂ, સ્ક્રેપ મળી કુલ રૂપિયા ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકમાં ભરેલા ખ.જ(માઇલ્ડ સ્ટીલ) સ્ક્રેપની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂ. ૧. ૦૯ લાખથી વધુનો હોવાનું ખુલ્યું હતું.
પોલીસને બાતમી મળી હતી કે, સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રક નં. ૠઉં-૦૩-ઇઝ-૯૬૬૯ માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. આ બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમએ વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ખ.જ. સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, જ્યારે ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ ૧૧૩ વિદેશી દારૂની બોટલો
ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂ. ૧, ૦૯, ૪૭૩ આંકવામાં આવી છે.
આ ઉપરાંત ટ્રકમાં રહેલું ખ.જ. સ્ક્રેપ, વજન ૧૬. ૧૦૦ ટન કિંમત રૂ. ૭, ૦૨, ૯૨૬ દર્શાવવામાં આવી હતી. જયારે ટ્રક નં. ૠઉં-૦૩-ઇઝ-૯૬૬૯ કિંમત રૂ. ૧૦, ૦૦, ૦૦૦, બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૨૦, ૦૦૦, આધારકાર્ડ, છઈ બુક તથા સ્ક્રેપના ઇ-વે બિલ સહિતની તમામ મળીને કુલ રૂ.૧૮, ૩૨, ૩૯૯ ના મુદ્દામાલ સાથે વિમલ દોંગા અને કિરણ ભાટિયા નામના શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech