જામનગરના ફલાય ઓવર માટે ડીપી કપાત મંજુર

  • June 10, 2021 01:40 PM 

શું શું કપાશે એ પ્લાન હવે પછી જાહેર કરવામાં આવશે : અનેક વૃક્ષો ઉપરાંત અનેક બાંધકામો પણ ડીપી કપાતમાં આવશે : સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફલાય ઓવર બનશે : આજે મળેલી મિટીંગમાં ા. 4 કરોડ 24 લાખના કામોને બહાલી : રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક આવતીકાલથી ખુલ્લા

જામનગરનો જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ફલાય ઓવર બ્રીજ જામનગરમાં આકાર લઇ રહયો છે, સુભાષબ્રીજ થી સાત રસ્તા સુધીના 30 મીટર પહોળા રસ્તાના ડીપી અમલીકરણને આજે સ્ટે. કમિટીએ લીલીઝંડી આપી દીધી છે, જેમાં અનેક વૃક્ષો અને બાંધકામો કપાતમાં આવશે, સ્ટે. કમિટીની મિટીંગમાં ા. 424.43 લાખના કામોને મંજુરી આપવામાં આવી છે ઉપરાંત સરકારની ગાઇડલાઇન મુજબ આવતીકાલે સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક અને બગીચાઓ સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે ખુલ્લા થશે.

આજે સ્ટે. કમિટીની એક મહત્વની બેઠક ચેરમેન મનિષ કટારીયાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં સાત રસ્તાથી શ કરી સુભાષ બ્રીજ સુધીના 30 મીટર પહોળા રસ્તાના ડીપી અમલીકરણ અંગેની મ્યુ. કમિશ્નરની દરખાસ્તને મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. આ ઓવરબ્રીજ ા. 196 કરોડના ખર્ચે   બનશે.

સોલીડ વેસ્ટ શાખા માટે 1100 લીટર કેપેસીટીના સિલ્વર બિન્સ ખરીદવા ા. 117 લાખ મંજુર કરાયા હતા, બેડેશ્ર્વર અને રણજીતસાગર ખાતેના ઢોર ડબ્બામાં ઘાસચારો સપ્લાય કરવા ા. 50 લાખનો વાર્ષિક કોન્ટ્રાકટ મંજુર કરાયો હતો તેમજ બેડી બંદર ફોરલાઇન વાઇડનીંગ આસ્ફાલ્ટ રીકાર્પેટીંગનું કામ તથા નામગતી નદીથી રાજકોટ રોડને જોડતા હાપા માર્કેટીંગ યાર્ડ રોડને આસ્ફાલ્ટ ફોરલેન રોડ અન્વ્યે વધારાનો ખર્ચ મંજુર કરવા મ્યુ. કમિશ્નરની દરખાસ્ત મંજુર કરાઇ હતી અને તેના માટે ા. 59.11 લાખ મંજુર કરાયા હતા.

વોર્ડ નં. 1 શાળા નં. 27/51 અન્વયે બંદર આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ હોલ, બ્લોક, શેડ અને મઘ્યાહન ભોજનની બિલ્ડીંગ ડીમોલીશન કરવા ા. 6.92 લાખ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટમાં 2020-21 શહેરી સડક યોજના અંતર્ગત વોર્ડ નં. 5માં જોગર્સપાર્કથી સેન્ટઆન્સ સ્કુલ અને પીએન માર્ગ સુધી સીસી રોડ બનાવવા ા. 112 લાખ મંજુર કરાયા હતા.

શહેરી સડક યોજનામાં વોર્ડ નં. 11માં માધવ પાર્ક મધુવન ટેનામેન્ટ ન્યુ વાલ્મીકી સોસાયટી રામવાડી શેરી નં. 5માં ા. 17.91 લાખના ખર્ચે સીસી રોડ તેમજ વોર્ડ નં. 12માં લોક ભાગીદારીથી સીસી બ્લોક અને સીસી રોડ બનાવવા ા. 15.53 લાખ, વોર્ડ નં. 11માં ા. 17.41 લાખના ખર્ચે તેમજ વોર્ડ નં. 11માં 11.27 લાખના ખર્ચે સીસી રોડ, વોર્ડ નં. 4માં ખાનગી સોસાયટીમાં લોકભાગીદારીથી સીસી બ્લોક અને રોડના ા. 9.28 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સિકયુરીટીના કર્મચારી પ્રવિણ દવેને ા. એક લાખની મયર્દિામાં આર્થિક સહાય ચુકવવા નકકી કરાયુ હતું. ઉપરાંત બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, મ્યુ. કમિશ્નર સતિષ પટેલ, ડીએમસી વસ્તાણી, આસી. કમિશ્નર ભાવેશ ડાંગર હાજર રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS