રંગીલા રાજકોટના નાગરિકો હંમેશા ઉત્સવપ્રિય અને નવા મનોરંજનના શોખીન રહ્યા છે. આજના આધુનિક પુગમાં, જ્યાં લોકો મોબાઈલ સ્ક્રીન અને રોજિંદી ઘેડધામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર સાથેનો સમય ઘટતો જાય છે. ત્યારે રાજકોટિયનોને એક શાનદાર ડિજિટલ ડીટોકસ આપવાના ઉમદા હેતુથી ડીએનએસ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા શહેરમાં સૌપ્રથમ વખત ભવ્યાતિભવ્ય અને રોમાંચક મેગા હાઉસી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉનાળુ વેકેશનની શરૂઆત થતાં જ લોકોમાં જે અનેરો ઉત્સાહ જોવા મળે છે તેને બમણો કરવા માટે આ ખાસ ઇવેન્ટ ડિઝાઈન કરવામાં આવી છે. આગામી તારીખ ૦૩ મે, ૨૦૨૬ ના રોજ કાલાવડ રોડ સ્થિત ગ્વાલિયા સ્વીટ, રેસ્ટોરન્ટ એન્ડ બેંકવેટના પ્રીમિયમ માહીલમાં સાંજે ૫:૦૦ વાગ્યાથી આ પારિવારિક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થશે.આ માત્ર એક સામાન્ય રમત નથી, પરંતુ એક યાદગાર અનુભવ બની રહેશે. આ મેગા હાઉસી ગેમ્સમાં ખેલૈયાઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે વિવિધ રસપ્રદ અને નવા ટ્રિસ્ટ સાથેના રાઉન્ડ્સ, આકર્ષક લકી ડ્રો અને ખાસ બમ્પર ઇનામોની વણઝાર રાખવામાં આવી છે. નંબર બોલાવાની ઉત્સુકતા અને ઈનામ જીતવાનો રોમાંચ આ સાંજને અદભુત બનાવી દેશે. મનોરંજનની સાથે સાથે, કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક સભ્ય માટે સ્વાદિષ્ટ ડિનરની પણ ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીએનએસ ફ્રેન્ડ્સ ગ્રુપના સ્થાપક શ્રુતિ પલાણ અને ધારા સેજપાલ તથા તેમના સાથી મિત્ર હંસાબેન પલાણ, પૂજાબેન સેજપાલ, રીટાબેન સેજપાલ, મધુબેન ખોલીયા,જીનલ ભંડેરી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આયોજકોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એક જ છત નીચે લાવીને હાસ્ય, આનંદ અને સામાજિક જોડાણનો એક નવો અનુભવ કરાવવાનો છે. મહિલાઓ, બાળકો અને વડીલો સહિત તમામ લોકો નિશ્ચિંતપણે આનંદ માણી શકે તે માટે સઘન સુરક્ષા અને સુવિધાજનક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે શહેરમાં આવા પોઝિટિવ અને પારિવારિક માહોલને પ્રોત્સાહિના આપવા માટે રાજકોટની વિવિધ નામાંકિત બ્રાન્ડસનો અમૂલ્ય સહયોગ સાંપડયો છે.આ એક એકસકલુઝિવ ફેમીલી ઇવેન્ટ હોવાથી અને બેઠકો ખૂબ જ મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ડીનર સાથે એન્ટ્રી ફી ૩૯૯ રાખવામાં આવી છે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે શ્રુતિ પલાણ મો. ૯૯૭૯૬ ૦૫૯૯૦ અથવા ધારા સેજપાલ મો.૯૯૭૪૯ ૭૫૭૪૭નો સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application