જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીજીપી દ્વારા સન્માન

  • July 31, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારી- કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા માટે અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમના બે પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, અને તે બંનેનું એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.


જામનગરની એલસીબીમાં ફરજ બજાવતા સંજયસિંહ વાળા, તેમજ નિર્મળસિંહ જાડેજાને વર્ષ ૨૦૨૩ ની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ ડીજીપી વિકાસ સહાય દ્વારા ડીજીપી કોમન્ડેશન ડિસ્ક -૨૦૨૩ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જે બંને પોલીસ કર્મચારીઓને જામનગરના પોલીસ બેડામાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application