દ્વારકાના ડીવાયએસપી સમીર શારડા, પીએસઆઇ સીંગરખીયાની પણ પસંદગી : કરાઇ ખાતે પદક એનાયત કરાશે
ડીજીપી કમેન્ડેશન ડિસ્ક - ૨૦૨૨ એવોર્ડ માટે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત કુલ ૧૧૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ પસંદગી કરવામાં આવી છે અને ૭-માર્ચના રોજ કરાઇ પોલીસ એકેડમી ખાતે પદક એનાયત કરવામાં આવશે.
ડીજીપી કમેન્ડેશન ડિસ્ક - ૨૦૨૨માં સિલ્વર ડિસ્કમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની પસંદગી કરવામાં આવી છે, જીલ્લા પોલીસવડાએ ફરજ દરમ્યાનના શહેરમાં આવેલ કુખ્યાત અસામાજીક તત્વો, ગુંડાઓ તથા બળજબરીથી સરકારી તથા ખાનગી માલીકીની જમીન પર કબજો કરતા ઇસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ તથા ગુજસીટોક અન્વયે જુદા જુદા ગુના દાખલ કરાવી આરોપીઓ વિરુધ્ધમા જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રીત કરાવી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવા અસામાજીક તત્વોથી ત્રસ્ત સામાન્ય નાગરીકોને ન્યાય અપાવડાવેલ તથા બાહોશ નીડર એવા પ્રેમસુખ ડેલુએ હિમ્મત અને સુઝબુઝ ભરી કામગીરી કરેલ છે.
શહેરમાં અસામાજીક તત્વોના ત્રાસને દુર કરી સામાન્ય નાગરીક અને પોલીસ વચ્ચે સમન્વય સાધી સામાન્ય નાગરીકના માનસ પર પોલીસ વિભાગની છબી સુધારેલ અને પોલીસ તમામ પ્રજાની મિત્ર છે જે સંદેશો સમાજમાં ફેલાવેલ છે. આમ, પ્રેમસુખ ડેલુની સંતોષપૂર્વક કામગીરી બદલ ’ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક-૨૦૨૨’ આગામી ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવશે.
ડીજીપી ડીસ્ક મેડલ માટે જામનગર એસપી ઉપરાંત દ્વારકાના ડીવાયએસપી સમીર શારડા અને દ્વારકાના પીએસઆઇ પી.સી. સીંગરખીયા સહિત કુલ ૧૧૦ની પ્રશંસનીય -ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી કરવામાં આવતા પોલીસબેડામાં હરખની લાગણી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech