ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરતા ડીડીઓ; 'ટાસ્ક ફોર્સ બેઠક' યોજાઈ
ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરતા ડીડીઓ; 'ટાસ્ક ફોર્સ બેઠક' યોજાઈ
June 06, 2026 11:26 AM
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે નેશનલ પ્રોગ્રામ ઓન કલાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંતર્ગત હીટ વેવ તેમજ ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને 'ટાસ્ક ફોર્સ બેઠક' યોજાઈ હતી. બેઠકમાં જિલ્લ ા વિકાસ અધિકારીએ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને આરોગ્ય, પશુપાલન તેમજ ફડ એન્ડ ડ્રગ્સ સહિત સંલ વિભાગોને કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન પૂં પાડું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે ખાણીપીણીની ચીજવસ્તુઓ, પીવાના પાણી તેમજ બરફના ઉત્પાદન અને વેચાણના સ્થળો પર ચકાસણી હાથ ધરવા જણાવ્યું હતું. તેમજ પાણીજન્ય રોગો અટકાવવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીના ક્રોતોનું નિયમિત કલોરીનેશન અને જરિયાત મુજબ સુપર કલોરીનેશન કરવા સૂચન કયુ હતું. ચોમાસા દરમિયાન અબોલ પશુઓની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લાની તમામ પાંજરાપોળ તથા ગૌશાળાના માલિકો–સંચાલકો સાથે સંવાદ સાધી આગોતં આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. વૈભવ ગોરિયાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કયુ હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લ ા આરોગ્ય અધિકારી ડો. આર.આર.ફલમાળી સહિત સંલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.