અરબી સમુદ્રમાં સાયકલોનિક સરકયુલેશન માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી

  • September 16, 2020 11:58 AM 456 views

અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં દક્ષિણ ગુજરાતના દરિયામાં સાયકલોનિક સરકયુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે આજથી સૌરાષ્ટ્ર્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં જોરદાર કરટં જોવા મળી રહ્યો છે અને આજથી તારીખ ૧૯ સુધી પાંચ દિવસ માટે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના સાઇકલોનિક સકર્યુલેશનને કારણે દરિયો તોફાની બન્યો છે અને કલાકના ૪૫ થી ૫૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાઇ રહ્યો છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં ઓફશોર ટ્રફ જોવા મળી રહ્યું છે. આ બંને સિસ્ટમના કારણે અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. શુક્રવારથી વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ અને સૌરાષ્ટ્ર્રમાં દ્રારકા, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર્ર, કર્ણાટક, કેરલા સહિતના રાયોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

બંગાળની ખાડીમાં રવિવારે નવું લો પ્રેસર સર્જાશે
બંગાળની ખાડીમાં ગયા રવિવારે ઉદભવેલા લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હજુ ત્રણેક દિવસ આ સિસ્ટમની અસર રહેશે અને વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. દરમિયાનમાં હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી તારીખ ૨૦ ને રવિવારે બંગાળની ખાડીમાં નોર્થ ઇસ્ટ દિશામાં નવું એક મજબૂત લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. લો પ્રેશરની દિશા અને તીવ્રતા નક્કી થયા બાદ આ સિસ્ટમ વધુ વરસાદ લાવવા માટે કેટલી સફળ રહેશે તેનો અંદાજ આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application