પોરબંદરમાં કોરોનાનો ચક્રવાત: ર4 કલાકમાં 100 કેસ: 3 ના મોત

  • May 17, 2021 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

પોરબંદરમાં કોરોનાનો ચક્રવાત ફુંકાયો હોય તેમ ર4 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કહી શકાય તેટલા 100 જેટલા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જેની સાથોસાથ 3 ના મોત પણ નિપજયા છે.
પોરબંદરમાં 474 લોકોના ટેસ્ટ થયા હતા તેમાંથી રેકોર્ડબ્રેક 100 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. પોરબંદરમાં આ રેકોર્ડ નવો છે. શહેરના છાંયા, વાડીપ્લોટ, રાવલીયાપ્લોટ, રવિપાર્ક, ખાખચોક, લાલપેલેસ, વિરડીપ્લોટ, છાંયાચોકી, ખારવાવાડ, બોખીરા, ઉદ્યોગનગર, મિલપરા, જયુબેલી, જુનાફુવારા, મેમણવાડ સહિત એસેસી રોડ વગેરે વિસ્તારોમાં કોરોનાના કેસ જાહેર થયા છે. 


અડધો અડધ કેસ ગામડાના
અડધો અડધ કેસ ગામડાના પોરબંદર જીલ્લામાં જોવા મળ્યા છે જેમાં આદિત્‌યાણા, રાણાવાવ, બિલેશ્ર્વર, રામગઢ, ઝારેરાનેસ, ખંભાળા, ફટાણા, સોઢાણા, અડવાણા, ખાંભોદર, ભેટકડી, કડછ, મંડેર, ચીંગરીયા, અમીપુર, ભડ, રાતિયા, ગરેજ, અમીપુર,  નવાગામ રાજપર, ચિકાસા, ભોગસર, પાતા, પસવારી, ચૌટા, મોઢવાડા અને માધવપુરમાં  કેસ મળી આવ્યા છે.
3 ના મોત
પોરબંદર જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન સ્થાનિક હોસ્પિટલમાં એક અને  જીલ્લા બહારની અન્ય હોસ્પિટલમાં બે ના મોત નિપજયા છે. કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. 
હજુ 339 લોકોમાં કોરોના એકટીવ છે અને 38 દર્દીઓને ડીસ્ચાર્જ કરી દેવાયા છે. કોરોનાના કુલ પોઝીટીવ કેસનો આંક ર18પ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS