જામનગરમાં સાયકલ સવાર પ્રૌઢનું બાઇકની ઠોકરે ગંભીર ઇજાથી મૃત્યુ

  • March 29, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાંથી સાયકલ પર જઇ રહેલા એક પ્રૌઢ ને પુર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે ઠોકરે ચડાવી ઇજા પહોંચાડતાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે.



આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર -૬  ના છેડે રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના ૫૪ વર્ષના પ્રૌઢ કે જે ઓ ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાની સાઇકલ લઈને પંચવટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.



જે દરમિયાન ભૂતિયા બંગલા પાસે આવી રહેલા જી.જે.-૩ ડીએચ ૫૬૮૧ નંબરના બાઈક ના ચાલકે તેઓને અડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.



આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત બાઈક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application