કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત 'સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત'ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામ નજીક આરાધના ધામ ખાતે આવી પહોંચતા તા.૧૦ માર્ચ સાંજે ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રિરોકાણ બાદ સવારે મહાનુભાવો દ્વારા રેલીને આરાધના ધામ ખાતેથી દ્વારકા માટે ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી.
આ રેલી તા.૧૧ માર્ચના રોજ વડત્રા, લીંબડી, ચરકલા થઈને તા.૧૨ માર્ચ સવારે ૯ વાગ્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે. આ સાઈકલ રેલીને જિલ્લામાં વિવિધ સ્થળે વધાવવા તેમજ પ્રસ્થાન અને સાઇકલિસ્ટો માટીની અન્ય વ્યવસ્થાઓ માટે વાડીનાર સી.આઈ.એસ.એફ. યુનિટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ડેપ્યુટી કમાન્ડન્ટ સર્વે વી.એસ. પ્રતિહાર, અર્ચિત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સર્વે હરિઓમ ગૌતમ, પ્રશાંત ચવાણ, રામ મૂર્તિ કોંડલ, સાઈ નિક એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરુ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધ તો દૂરની વાત, સિંધુના પાણી માટે પાકિસ્તાને ભારત પાસે કરગરવાનું શરૂ કર્યું
June 05, 2025 01:55 PMજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech